Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાથીખાનાની રામાપીર ચાલીમાં એક મકાનના પતરા ધરાશાયી:મકાનમાં બેઠેલા યુવાનનો બચાવ, ટોઇલેટના કારણે ઘટના બન્યાનો આક્ષેપ; કોર્પોરેશનના પાપે પરિવારે છત ગુમાવી!

    14 hours ago

    વડોદરાના હાથીખાના વિસ્તારમાં આવેલા રામાપીરની ચાલીમાં આજે (21 જુલાઈ) અચાનક એક મકાનના પતરા તૂટી પડતા ઘરમાં રહેલા યુવાનના આબાદ બચાવ થયો હતો વડોદરા મહાનગરપાલિકાને બેદરકારીના કારણે આ ઘટના ઘટી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. મોબાઈલ ટોઇલેટના કારણે ઘટના ઘટી રામાપીરની ચાલીને બીજી તરફ વિહિકલ પુલ આવેલું છે, જ્યાં મહાનગરપાલિકાના વાહનો પાર્ક કરવામાં આવે છે. અહીં કોર્પોરેશનનું એક મોબાઈલ ટોઇલેટ દિવાલને અડીને જ ઊભું કરવામાં આવ્યું હતું અને તેને ધક્કો મારવામાં આવી રહ્યો હતો. દરમિયાન અચાનક બાજુમાં રહેલા મકાન નો સ્લેબ તૂટી ગયો હતો અને તેના પતરા ધરાશાયી થઈ ગયા હતા. સબનસીબે મકાનમાં બેઠેલા એક યુવકનો આબાદ બચાવ થયો હતો. યુવક બીમાર હોવાથી ઘરમાં હતો, આબાદ બચાવ મકાન માલિક જશીબેન ખુમાણ પોલીસ ભવન ખાતે રોજિંદુ કામ કરવા જાય છે. તેમનો દીકરો વિનોદ બીમાર હોવાથી તે ઘરમાં જ હતો. વિનોદના જણાવ્યા અનુસાર તે ઘરમાં બેઠો હતો દરમિયાન અચાનક જ પતરા ખખડવા માંડ્યા હતા. પહેલા તો તેને એમ લાગ્યું કે પતરા ઉપર વાંદરા કુદતા હશે પરંતુ બાદમાં અચાનક સ્લેબ અને પતરા ધરાશાયી થઈ ગયા હતા. આ ઘટનામાં વિનોદનો આબાદ બચાવ થયો હતો. એક વર્ષ અગાઉ જ નવા પતરા લગાવ્યા હતા મકાન માલિક જશીબેને રડમસ ચહેરે જણાવ્યું હતું કે હું નોકરી પર ગઈ હતી દરમિયાન આ ઘટના બની છે. આસપાસના રહીશોને જણાવ્યા અનુસાર એક વર્ષ અગાઉ જ આ મકાનનું રીનોવેશન કરવામાં આવ્યું હતું અને નવા પતરા લગાવ્યા હતા ત્યારે હવે મહાનગરપાલિકાની બેદરકારીના કારણે આ ઘટના ઘટી છે તો તેનો જવાબદાર કોણ? શું મહાનગરપાલિકા મકાન માલિકને વળતર આપશે તેવા પણ સવાલો મકાન માલિક કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં સખી મંડળોને રૂ. 2.04 કરોડથી વધુ લોન:સખી મંડળોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનો હેતુ
    Next Article
    दिल्ली के बाद अब बिजनौर में किसानों का धरना, ट्रैक्टर लेकर पहुंचे कलेक्ट्रेट

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment