Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાઈ માતાના મંદિરે કુંડમાં ડૂબી જતાં 7 વર્ષના માસૂસનું મોત:અમદાવાદથી દર્શન કરવા આવેલા પરિવાર પર આભ તૂટ્યું, રક્ષાબંધનની ખુશી માતમમાં ફેરવાઈ

    8 hours ago

    નવસારી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે રક્ષાબંધનના પાવન પર્વે હૃદયદ્રાવક ઘટના બની હતી. ઉનાઈ માતાજીના દર્શન કરવા આવેલા પરિવારનો 7 વર્ષીય માસૂમ બાળક રમતાં રમતાં ગરમ પાણીના કુંડમાં કૂદી પડ્યો હતો. કુંડમાં ડૂબી જતાં બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અમદાવાદથી રક્ષાબંધન માટે મહુવા આવ્યો હતો પરિવાર મળતી માહિતી મુજબ, રક્ષાબંધન પર્વની ઉજવણી માટે અમદાવાદથી એક બહેન સુરત-નવસારી નજીક આવેલા મહુવા ખાતે પોતાના ભાઈના ઘરે આવી હતી. તહેવારના દિવસે ભાઈ-બહેન પોતાના પરિવાર સાથે ઉનાઈ માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન કર્યા બાદ પરિવારજનો મંદિર પરિસરમાં હતા ત્યારે 7 વર્ષીય સિદ્ધાર્થ જયસ્વાલ રમતાં રમતાં અચાનક ગુમ થઈ ગયો હતો. એક કલાક સુધી શોધખોળ છતાં બાળકનો પત્તો નહીં બાળક નજરે ન પડતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. તેમણે મંદિર પરિસર સહિત આસપાસના વિસ્તારમાં લગભગ એક કલાક સુધી બાળકની શોધખોળ કરી હતી. જોકે, લાંબી શોધખોળ છતાં બાળકનો કોઈ પત્તો મળ્યો નહોતો. અંતે મંદિર પ્રશાસનની મદદથી પરિસરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. CCTV ફૂટેજમાં કુંડમાં કૂદતો દેખાયો CCTV ફૂટેજ તપાસતાં પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. ફૂટેજમાં માસૂમ સિદ્ધાર્થ રમતાં રમતાં ગરમ પાણીના કુંડ તરફ જતો અને ત્યારબાદ કુંડમાં કૂદી પડતો જોવા મળ્યો હતો. આ દૃશ્ય સામે આવતા પરિવારજનોના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી. કુંડમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો ઘટનાની જાણ થતાં વાંસદા પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી બાળકને ગરમ પાણીના કુંડમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર મળે તે પહેલાં જ માસૂમે દમ તોડ્યો કુંડના ઊંડા અને ગરમ પાણીમાં ડૂબી જવાથી બાળકની હાલત ગંભીર બની હતી. હોસ્પિટલમાં પહોંચાડ્યા બાદ સારવાર શરૂ થાય તે પહેલાં જ ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. રક્ષાબંધનના તહેવારની ખુશી વચ્ચે બનેલી આ કરૂણ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે વાંસદા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. બીજી તરફ, માસૂમના મોતથી પરિવારજનોમાં આક્રંદ છવાયો છે.
    Click here to Read More
    Previous Article
    1 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 3ના જાતકોને ધન પ્રાપ્તિનો યોગ, ચારેય તરફથી સફળતા મળશે, સાંજના સમયે શુભ સમાચાર મળશે
    Next Article
    ત્રીજા સોમવારે ભૂતનાથ મહાદેવ મંદિરે ફ્રૂટ શણગાર અને મહાઆરતી યોજાઈ:જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરે શ્રાવણના ત્રીજા સોમવારે 1100 કિલો ફ્રૂટનો શણગાર, ડ્રમ પાર્ટી સાથે યોજાયેલી મહાઆરતીમાં હજારો ભક્તો લીધો લાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment