Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજાણ્યા વાહનની ટકકરે મોત:મુદરડા-ધોળાસણ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત, પોલીસ તપાસ શરૂ

    1 day ago

    મુદરડાથી ધોળાસણ જતા રોડ પર આવેલી એક ખાનગી કંપનીના ગેટ નજીક વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે એક અજાણ્યા આધેડને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે લાઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અકસ્માત સર્જી ભાગી છૂટેલા વાહન ચાલક વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે સિક્યુરિટી ગાર્ડે ફોન કરીને ઘટનાની જાણ કરી અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા અને મુદરડા-ધોળાસણ રોડ પર નિર્માણધીન 'સ્ટેલર મેન્યુફેક્ચર પ્રા.લી.' કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરતા વિનય નવિનચંન્દ્ર ત્રિવેદીને આજે વહેલી સવારે સવા સાતેક વાગ્યે કંપનીના સિક્યુરિટી ગાર્ડ મુકેશકુમારે ફોન કરીને જાણ કરી હતી કે કંપનીના ગેટ પાસે રોડ પર એક અજાણ્યા માણસની લાશ પડી છે.જેથી એન્જિનિયર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે એન્જિનિયરની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો ત્યાં જઈને જોતા આશરે 50 થી 60 વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હોવાનું માલૂમ પડ્યું હતું અને ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત થયું હતું. આ અંગે તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ લાઘણજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકની લાશનો કબ્જો મેળવી પંચનામું કરી પીએમ અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આ અકસ્માત આજે વહેલી સવારે સવા સાત વાગ્યા પહેલાંના કોઈ સમયે બન્યો હોવાનું અનુમાન છે. પોલીસે કંપનીના સિવિલ એન્જિનિયરની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક અને મૃતક પુરુષની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં તાજીયાના દિવસે થયેલા હુમલામાં 7 આરોપી ઝડપાયા:ચૂંટણીની જૂની અદાવતમાં જીવલેણ હુમલો કરાયો હતો, પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ પંચનામું કરી હથિયારો જપ્ત કર્યા
    Next Article
    India vs Ireland Live Score, 2nd T20I: Rajasthan-Born Ireland Pacer Stuns India With Triple Strike, Rain Stops Play

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment