Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં છકડયા ચોકડી પાસે ગંભીર અકસ્માત:108 એમ્બ્યુલન્સના સ્ટાફે રોકડા ₹9 હજાર અને દસ્તાવેજો પરિવારને પરત કર્યા

    1 day ago

    ગોધરા તાલુકાના છકડયા ચોકડી પાસે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ ઘટનામાં ગોધરા તાલુકાના ગોવિંદી ગામના રાજેન્દ્રસિંહ ભદોરિયાને પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્ત રાજેન્દ્રસિંહને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલત જોતાં તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા છે. આ દરમિયાન, ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફે ફરજ ઉપરાંત ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. EMT ભરત પરમાર અને પાયલોટ જગદીશ પરમારે બેભાન રાજેન્દ્રસિંહ પાસેથી મળેલા રોકડા ₹9000, તેમનો મોબાઈલ ફોન અને અન્ય જરૂરી દસ્તાવેજો સુરક્ષિત રીતે હોસ્પિટલની પોલીસ ચોકીમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ, પોલીસે આ રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને અગત્યના દસ્તાવેજો ઇજાગ્રસ્ત રાજેન્દ્રસિંહના પરિવારને સુપરત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કાવ્યા મારનના અનિરુદ્ધ સાથે લગ્ન નક્કી!:મ્યુઝિક કમ્પોઝરના કાકાએ વાતની પૃષ્ટિ કરી, સનરાઇઝર્સ હૈદરાબાદની માલકણના વખાણ પણ કર્યા
    Next Article
    પોરબંદરમાં તાજીયાના દિવસે થયેલા હુમલામાં 7 આરોપી ઝડપાયા:ચૂંટણીની જૂની અદાવતમાં જીવલેણ હુમલો કરાયો હતો, પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ પંચનામું કરી હથિયારો જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment