Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સેવા જ્યોતિ કળશ યાત્રા' માટે ગુજરાત ભાજપ સજ્જ:પીએમ મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે 7 ઓક્ટોબરે યોજાશે ભવ્ય કાર્યક્રમ

    1 day ago

    ગુજરાત ભાજપની પ્રદેશ બેઠક આજે કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતા અને પ્રદેશ પ્રભારી તરુણ ચુગની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. બેઠકમાં સંગઠનાત્મક કામગીરી ઉપરાંત આગામી કાર્યક્રમો અને 7 ઓક્ટોબરે યોજાનારી ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. 7 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે જાહેરસેવાના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ નિમિત્તે તેમની 25 વર્ષની જનસેવા અને સુશાસનની યાત્રા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગુજરાત સહિત દેશના તમામ જિલ્લા અને મહાનગરોમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ યોજાશે. PM મોદી કરાવશે ‘વિકસિત ભારત @ 2047’નો સંકલ્પ અને યાત્રાનું પ્રસ્થાન આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબરે સવારે 9 વાગ્યે વર્ચ્યુઅલ સંબોધન કરશે અને ‘વિકસિત ભારત @ 2047’નો સામૂહિક સંકલ્પ લેવડાવશે. તેમના સંબોધન પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ સંબોધન કરશે. બંને નેતાઓના સંબોધનનું ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરોમાં યાત્રાના પ્રસ્થાન સ્થળે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સંબોધન બાદ સ્થાનિક આગેવાનો દ્વારા સેવા જ્યોત પ્રજ્વલિત કરવામાં આવશે અને ત્યારબાદ ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નો પ્રારંભ થશે. યાત્રામાં ભાજપના સંગઠન પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાશે. સંગઠનાત્મક કામગીરી પર ભાર અને નવા સહ-પ્રભારીઓનો પરિચય પ્રદેશ બેઠકમાં તરુણ ચુગ, જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરે વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ તથા આગામી કાર્યક્રમોના સુચારુ સંચાલન અંગે માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી કામગીરી, જનસુવિધા અને લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી સતત પહોંચાડવા કાર્યકર્તાઓને આહ્વાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નવા સહ પ્રભારીઓ અજય મહાવર અને ગોમતી સાઈ તેમજ સહ સંગઠન મહામંત્રી અરુણ બિન્નાડીની નિયુક્તિ બાદ પરિચય બેઠક પણ યોજાઈ હતી. વિવિધ મોરચા અને IT-સોશિયલ મીડિયા વિભાગો સાથે મંથન આ ઉપરાંત ‘શ્રી કમલમ’ ખાતે ભાજપના વિવિધ મોરચા અને વિભાગના પ્રદેશ પ્રમુખો, પ્રભારીઓ, મહામંત્રીઓ તેમજ મીડિયા, સોશિયલ મીડિયા અને IT વિભાગના પદાધિકારીઓ સાથે પણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોરચા-વિભાગોની કામગીરી, સંગઠનાત્મક વ્યવસ્થાપન, કાર્યકર્તાઓ સાથે સતત સંવાદ, જવાબદારીઓનું સંકલન તથા આગામી કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ અંગે ચર્ચા થઈ હતી. સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસકાર્યોની માહિતી વધુ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવા તેમજ જનસંપર્કને વધુ પરિણામલક્ષી બનાવવા પર ભાર મૂકાયો હતો. બેઠકમાં પ્રદેશના મહામંત્રીઓ, પદાધિકારીઓ, જિલ્લા-મહાનગર પ્રમુખો અને પ્રભારીઓ સહિત વિવિધ મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દાતાર પર્વત પર સીડી ઉપર સિંહ પરિવારની શાહી લટાર .:વહેલી સવારે સિંહ પરિવાર સીડી પર પહોંચ્યો, પ્રવાસીઓએ સિંહ પરિવાર નો વિડીયો કેમેરામાં કર્યો કેદ,વન વિભાગે સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડ્યા.
    Next Article
    નવસારીના ભીનાર ગામમાંથી દીપડો 3 વર્ષના બાળકને ઉઠાવી ગયો:જંગલ તરફ ખેંચી જતાં વન વિભાગે શોધખોળ શરૂ કરી, પંથકમાં ભયનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment