Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાતાર પર્વત પર સીડી ઉપર સિંહ પરિવારની શાહી લટાર .:વહેલી સવારે સિંહ પરિવાર સીડી પર પહોંચ્યો, પ્રવાસીઓએ સિંહ પરિવાર નો વિડીયો કેમેરામાં કર્યો કેદ,વન વિભાગે સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડ્યા.

    1 day ago

    ​જુનાગઢના દાતાર પર્વત પર ફરી એકવાર સિંહ પરિવાર પહોંચ્યો હોવાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.સીડી પર સિંહ પરિવાર દેખાયો હતો, જેને કારણે ત્યાં આવેલા શ્રદ્ધાળુઓને એક સાથે પાંચ સિંહોના દર્શન થયા હતા. દાતાર પર્વત જંગલની વચ્ચે આવેલો હોવાના કારણે અવારનવાર વન્ય પ્રાણીઓની અવરજવર જોવા મળતી હોય છે. ​ગિરનાર જેવી અગાઉની દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે વન વિભાગનો સ્ટાફ અને ટ્રેકર ટીમ ખૂબ જ સતર્ક જોવા મળી હતી. સિંહો સીડી પર આવી જતા ટ્રેકર ટીમે ત્વરિત પગલાં લઈને તેમને દૂર કર્યા હતા અને વન વિભાગ દ્વારા સિંહોને જંગલ તરફ સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. ​વ્યક્તિગત સુરક્ષા અને વન્યપ્રાણીઓની અવરજવરના કારણે સીડી પર ટ્રેકર ટીમને વિશેષ ફરજ આપવામાં આવતી હોય છે. વન વિભાગના સ્ટાફ દ્વારા સમયસર અને સરાહનીય કામગીરી કરવામાં આવતા શ્રદ્ધાળુઓએ વન વિભાગના કર્મચારીઓની કામગીરીને ખુબ ખુબ બિરદાવી હતી.
    Click here to Read More
    Previous Article
    પેનલ જીતાડવાના આહવાનથી ખળભળાટ:ગાંધીનગરના રાજકારણમાં ઉત્તર-દક્ષિણ રાજકારણમાં અસંતુષ્ટ નેતાઓની ભૂમિકા નિર્ણાયક, જ્ઞાતિના જાળામાં ફસાયા પક્ષો
    Next Article
    'સેવા જ્યોતિ કળશ યાત્રા' માટે ગુજરાત ભાજપ સજ્જ:પીએમ મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે 7 ઓક્ટોબરે યોજાશે ભવ્ય કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment