Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 7 સ્થળે રાવણદહન:કોલકાતા, ઉત્તર પ્રદેશના 23 કારીગરે 1 માસની મહેનત બાદ રાવણનાં 61 ફૂટ પૂતળાં બનાવ્યાં

    13 hours ago

    દશેરાએ રાવણ દહનના કાર્યક્રમો માટે અમદાવાદ અને આસપાસનાં સ્થળોએ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે ભાડજના હરે કૃષ્ણ મંદિર અને મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરમાં 61 ફૂટ ઊંચાં રાવણનાં પૂતળાં તૈયાર કરાયાં છે. બંને સ્થળે પૂતળાં તૈયાર કરવાની કામગીરી છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી. મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરમાં કોલકાતાથી આવેલા 8 કારીગરોએ, જ્યારે ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ઉત્તર પ્રદેશથી આવેલા 15 કારીગરોએ પૂતળાં તૈયાર કર્યાં છે. બંને સ્થળે કુલ 23 કારીગરોએ વિશાળ પૂતળાં બનાવવાની કામગીરી કરી છે. રાવણ દહનના કાર્યક્રમો માટે અમદાવાદમાં નાગરવેલ હનુમાન મંદિર, સાબરમતી રેલવે કોલોનીના રામલીલા મેદાન, ખોખરા રેલવે કોલોની અને કર્ણાવતી ક્લબ સહિતનાં સ્થળોએ પણ આયોજન કરવામાં આવ્યું છે. અલગ-અલગ સ્થળોએ સાંજે 7થી રાત્રે 8 વાગ્યા દરમિયાન રાવણ દહનના કાર્યક્રમો યોજાશે. ક્યાં, કેટલા વાગ્યે રાવણદહન? એક પૂતળાનો ખર્ચ રૂ. 2 લાખ, રોજ 8 કલાક કામ કરી બનાવ્યું મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરમાં 61 ફૂટ ઊંચું રાવણનું પૂતળું તૈયાર કરવા પાછળ અંદાજે રૂ.2 લાખનો ખર્ચ થયો છે. પૂતળું તૈયાર કરવા માટે કોલકાતાથી 8 કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. આ કારીગરોએ છેલ્લા એક મહિનાથી રોજના 8 કલાક કામ કરીને પૂતળાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. એટલે એક મહિનામાં દરેક કારીગરે અંદાજે 240 કલાક કામ કર્યું હોય તો 8 કારીગરોની કુલ મહેનત લગભગ 1,920 માનવ-કલાક થાય છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં મહેશ્વરી સમાજની નવરાત્રીમાં આ વર્ષે બે નવી પહેલ:પ્રાચીન ગરબાની પરંપરા સાથે ડિસ્પોઝેબલ મુક્ત નવરાત્રિનું આયોજન, સ્ટીલનાં વાસણોના ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો
    Next Article
    આર્ટિસ્ટિક અને ટ્રેડિશનલ યોગાસનમાં પ્રથમ સ્થાન મેળવ્યું:રબરગર્લ યાના પટેલે યોગાસનમાં બીજા વર્ષેય રાજ્યકક્ષાની SGFI સ્પર્ધામાં બે ગોલ્ડ જીત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment