Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં મહેશ્વરી સમાજની નવરાત્રીમાં આ વર્ષે બે નવી પહેલ:પ્રાચીન ગરબાની પરંપરા સાથે ડિસ્પોઝેબલ મુક્ત નવરાત્રિનું આયોજન, સ્ટીલનાં વાસણોના ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો

    10 hours ago

    બનાસકાંઠાના પાલનપુરમાં મહેશ્વરી સમાજ દ્વારા છેલ્લા 12 વર્ષથી મહેશ્વરી કોમ્યુનિટી હોલ ખાતે નવરાત્રિ દરમિયાન ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવમાં સમાજના વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકો ઉત્સાહભેર ભાગ લઈને મા અંબેની આરાધના કરે છે. ગરબા બાદ સૌ સાથે મળીને નાસ્તો કરે છે અને વિવિધ લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સમાજ દ્વારા ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક પરંપરાની સાથે પર્યાવરણ સંરક્ષણને જોડતી બે વિશેષ પહેલ કરવામાં આવી છે. પરંપરાગત ગરબાની ધૂન પર બહેનોએ ભક્તિભાવ સાથે ગરબે ઘૂમ્યા મહેશ્વરી સમાજની પ્રથમ પહેલ અંતર્ગત ગત રાત્રે ગરબા મહોત્સવની શરૂઆત સમાજની બહેનો દ્વારા પ્રાચીન ગરબાની રજૂઆત સાથે કરવામાં આવી હતી. પરંપરાગત ધૂન પર બહેનોએ ગરબે ઘૂમીને ભક્તિ અને આનંદનો અનોખો માહોલ સર્જ્યો હતો. આ ઉપરાંત મા અંબેનાં નવ સ્વરૂપોની આકર્ષક ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસ્તુતિએ ઉપસ્થિત લોકોને ભક્તિભાવથી તરબોળ કર્યા હતા અને નવી પેઢીને પ્રાચીન સાંસ્કૃતિક પરંપરા સાથે જોડવાનો સંદેશ આપ્યો હતો. પ્લાસ્ટિક અને ડિસ્પોઝેબલ વાસણોને બદલે સ્ટીલનાં વાસણોનો ઉપયોગ સમાજ દ્વારા આ વર્ષે બીજી પહેલ તરીકે ‘ડિસ્પોઝેબલ મુક્ત નવરાત્રિ’નું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ દરમિયાન નાસ્તા અને ચા માટે પ્લાસ્ટિક તથા એકવાર ઉપયોગમાં લેવાતાં ડિસ્પોઝેબલ વાસણોને બદલે સ્ટીલનાં વાસણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પહેલના માધ્યમથી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને પર્યાવરણનું જતન કરવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ધાર્મિક ઉત્સવની ઉજવણી સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાના આ પ્રયાસને સમાજના વિવિધ વર્ગો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે. સમાજના સભ્યોના સહિયારા પ્રયાસોથી મહોત્સવનું આયોજન ગરબા મહોત્સવને સફળ બનાવવા માટે મહેશ્વરી સમાજના સભ્યો, યુવક મંડળના ભાઈઓ અને મહિલા મંડળની બહેનો ઉત્સાહપૂર્વક આયોજન અને વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહ્યાં છે. સૌના સહિયારા પ્રયાસોથી આ મહોત્સવ ધાર્મિક આસ્થા, સામાજિક એકતા, સાંસ્કૃતિક પરંપરા અને પર્યાવરણ જાગૃતિનું સુંદર ઉદાહરણ બની રહ્યો છે. મહેશ્વરી સમાજની આ બંને પહેલથી એક તરફ પ્રાચીન ગરબાની પરંપરાને જાળવી રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ સ્વચ્છ અને પર્યાવરણમિત્ર ઉત્સવોની ઉજવણી માટે પ્રેરણા આપવામાં આવી રહી છે. સમાજની આ પહેલ અન્ય આયોજકો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    'शैडो कैबिनेट' चलाता है जेल में बंद लॉरेंस बिश्नोई का नेटवर्क, ऐसे काम करता है ये इंटरनेशनल क्राइम सिंडिकेट
    Next Article
    આજે 7 સ્થળે રાવણદહન:કોલકાતા, ઉત્તર પ્રદેશના 23 કારીગરે 1 માસની મહેનત બાદ રાવણનાં 61 ફૂટ પૂતળાં બનાવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment