Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના કથિત યોગ ગુરૂ જેલ હવાલે:પ્રદીપ જોટાંગીયા સહિત 7 આરોપીના રિમાન્ડ પૂર્ણ, 2 કરોડથી વધુની નકલી નોટ સાથે ઝડપાયા હતા

    2 days ago

    અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા 2 કરોડથી વધુની નકલી નોટો ઝડપવાને મામલે સુરતના આરોપી પ્રદીપ જોટાંગીયા સહિત કુલ 7 આરોપીઓને 14 દિવસના રિમાન્ડ અર્થે મેટ્રો કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. આ રિમાન્ડ આજે પૂર્ણ થતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ તરફથી વધુ રિમાન્ડની માંગ ન કરાતા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. આરોપીઓએ કેવી રીતે નકલી નોટો છાપી છે, તેને ક્યાં વાપરી આ કેસમાં આરોપીઓ પાસેથી રૂપિયા 500ના દરની 5600 નોટ રિકવર કરવામાં આવી હતી. ક્રાઇમબ્રાન્ચે અગાઉ આરોપીઓના રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે, સહ આરોપીઓની સાથે રાખીને સત્યમ ફાઉન્ડેશનમાં તપાસ કરવાની છે. જો આરોપીઓ પાસે અન્ય નકલી નોટ હોય તો ક્યાં સંતાડી છે, તેની તપાસ કરવાની છે. આરોપીઓએ કેવી રીતે નકલી નોટો છાપી છે, તેને ક્યાં વાપરી છે, નોટ છાપવા માટેના લેપટોપ પ્રિન્ટર વગેરે કબ્જે કરવાના છે. નકલી નોટોના ખરીદ વેચાણમાં કેટલા રૂપિયા કોણે આપ્યા? આરોપીઓએ કઈ ઓરીજનલ નોટોને સ્કેન કરીને નકલી ચલણી નોટો બનાવવાની છે તે જાણવાનું છે. આરોપીઓ અમદાવાદમાં નોટો વેચવા આવ્યા હતા, તો સુરતમાં પણ નોટો વેચી હોવાની પૂરી શક્યતા છે તે દિશામાં તપાસ કરવાની છે. નકલી નોટોના ખરીદ વેચાણમાં કેટલા રૂપિયા કોણે આપ્યા? તેની પણ તપાસ કરવાની છે. આરોપીઓના ઇન્કમટેક્સ રિટર્ન અંગે માહિતી મેળવવાની છે. આરોપીઓ નકલી નોટ છાપવા માટે ચાઇનાથી કાગળ મંગાવ્યા હતા તે કોણે મંગાવ્યા અને કેવી રીતે ભારતમાં આવ્યા તે જાણવાનું છે. આરોપીઓના કોલ ડેટા રેકોર્ડ અને ભૂતકાળ અંગે તપાસ કરવાની છે.
    Click here to Read More
    Previous Article
    સતત બીજા દિવસે અમરેલીમાં માવઠું:કચ્છના નલિયામાં રોડ પર પાણી ભરાયા, 2 એપ્રિલે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી
    Next Article
    ખોટા ડોક્યુમેન્ટથી ગાડી ભાડે લઈ કટિંગ કરતી ગેંગ ઝડપાઈ:ઓફિસના કર્મચારી સાથે સેટિંગ કરી ગાડીઓ ઉઠાવતા, GPS બંધ કરી રાજસ્થાન લઈ જતા, બેની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment