Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    7 જુલાઈથી 2 ઑગસ્ટ સુધી વડોદરા-દાહોદ મેમુ નહીં દોડે:ટ્રેનના રેકને જગન્નાથ પુરી મોકલાતા નિર્ણય, આગામી 26 દિવસ માટે કામચલાઉ ધોરણે રદ રહેશે

    1 day ago

    પૂર્વ તટીય રેલવેના પુરી ખાતે આગામી 7 જુલાઈ, 2026થી 2 ઓગસ્ટ, 2026 દરમિયાન જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ અને મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા તથા વધારાના ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન તરફથી માંગણી મુજબ એક મેમુ રેક મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે વડોદરા-દાહોદ-વડોદરા મેમુ ટ્રેનની સેવાઓ કામચલાઉ ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 7 જુલાઈથી 26 દિવસ દાહોદ-વડોદરા મેમુ ટ્રેન દોડશે નહીં વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, દાહોદ અને વડોદરા વચ્ચે દોડતી આ મેમુ ટ્રેનના રેકને પૂર્વ તટીય રેલવે ખાતે મોકલવામાં આવી રહ્યો છે. આ વહીવટી કારણોસર 7 જુલાઈથી આગામી 26 દિવસ સુધી આ રૂટ પરની ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે સ્થગિત રહેશે. અપડાઉન કરનારને વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડશે આ અસ્થાઈ ફેરફાર હેઠળ ટ્રેન સંખ્યા 69233/69234 વડોદરા-દાહોદ-વડોદરા મેમુ ટ્રેન 7, જુલાઈથી 02 ઓગસ્ટ, 2026 સુધી દોડશે નહીં. આ સમયગાળા દરમિયાન વડોદરા અને દાહોદ વચ્ચે દૈનિક અપ-ડાઉન કરતા સ્થાનિક મુસાફરો, નોકરિયાતો અને વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડશે. રથયાત્રાને લઈ પુરી ખાતે એક મેમુ રેક મોકલવાનું આયોજન રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ પોતાની મુસાફરીનું આયોજન આ બદલાયેલા સમયપત્રક અને ટ્રેનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ કરે, જેથી સ્ટેશને પહોંચ્યા બાદ કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે. રથયાત્રા મહોત્સવ પૂર્ણ થયા બાદ આ ટ્રેન સેવાઓ ફરી પૂર્વવત કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડીનો ગોલ્ડન ટ્રાયંગલ; મ્યાનમાર, થાઈલેન્ડ અને લાઓસની બોર્ડર પર અડ્ડાઓ:સાયબર ફ્રોડનાં અડ્ડાઓમાં ભારત સહિત અનેક દેશના 5000થી વધુ લોકો ફસાયા
    Next Article
    સોસાયટીની કમ્પાઉન્ડ વોલ અચાનક ધરાશાયી, CCTV:બહુમાળી ઇમારતના બાંધકામ દરમિયાન દીવાલ ધડાકાભેર તૂટી પડી, રાંદેસણમાં સ્થાનકોએ કહ્યું- સતત ડરના માહોલમાં છીએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment