Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તરાખંડની ટનલમાં પાણી-કાટમાળ ઘૂસ્યો, 7નાં મોત:યુપીના 16 જિલ્લામાં પૂર; હિમાચલમાં રેલવે ટ્રેક પર ખડકો પડ્યા, 4 ટ્રેનો રદ

    7 hours ago

    મધ્યપ્રદેશના પશ્ચિમી ભાગને તરબતર કર્યા પછી હવે ચોમાસાની મજબૂત સિસ્ટમ પૂર્વીય ભાગમાં સક્રિય થશે. શુક્રવારથી જબલપુર, રીવા અને શહડોલ સંભાગના જિલ્લાઓમાં 3 દિવસ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. હવામાન વિભાગ મુજબ, 24 કલાકમાં આ બંને જિલ્લાઓમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. યુપીમાં ગુરુવારે હવામાન બદલાયું. ગોરખપુર, આઝમગઢ સહિત 15 જિલ્લાઓમાં વરસાદ થયો. નદીઓમાં પૂર આવવાને કારણે 16 જિલ્લાઓમાં 80થી વધુ ગામો પૂરની ઝપેટમાં છે. સૌથી વધુ ફર્રુખાબાદમાં 49 ગામોમાં પૂર છે. હવામાન વિભાગે બિહારમાં પૂર્વી ચંપારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સારણ, સીવાન, નાલંદા અને સીતામઢીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત 15 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. આકાશી વીજળી પડવા અંગે વિશેષ ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તરાખંડના ચમોલીમાં પીપલકોટીમાં નિર્માણાધીન 3 કિમી લાંબી ટનલમાં ગુરુવારે સાંજે ભૂસ્ખલન થયું અને પાણી લીક થવા લાગ્યું. કાટમાળ અને પાણી ભરાવાને કારણે અંદર કામ કરી રહેલા 22 મજૂરો ફસાઈ ગયા હતા. બચાવ અભિયાનમાં ટનલમાંથી તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    સિંધુ ભવન રોડની ગ્વાલિયર રેસ્ટોરન્ટની મોંઘી ઘેવરમાંથી વાળ નીકળ્યો:ગ્રાહકે ફોન કરતા બેજવાબદારી પૂર્વક કહ્યું- શું કરવું છે?, ફરિયાદ કરવાનું કહેતાં 'સારૂ' કહી દીધું
    Next Article
    રાહુલે કહ્યું-BJP-RSS મનુવાદી વિચારસરણીને પ્રોત્સાહન આપી રહી છે:ખડગેની રેલી પછી શુદ્ધિકરણથી બંધારણનું અપમાન; કોંગ્રેસ દેશના દરેક જિલ્લામાં સત્યાગ્રહ કરશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment