Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંધુ ભવન રોડની ગ્વાલિયર રેસ્ટોરન્ટની મોંઘી ઘેવરમાંથી વાળ નીકળ્યો:ગ્રાહકે ફોન કરતા બેજવાબદારી પૂર્વક કહ્યું- શું કરવું છે?, ફરિયાદ કરવાનું કહેતાં 'સારૂ' કહી દીધું

    6 hours ago

    અમદાવાદના સૌથી પોશ ગણાતા સિંધુભવન રોડ પર આવેલી પ્રખ્યાત 'ગ્વાલિયા રેસ્ટોરન્ટ'માંથી ખરીદવામાં આવેલા મોંઘા ભાવના ઘેવરમાંથી વાળ નીકળવાની ઘટના સામે આવી છે. બાવળાના ગ્રાહકે આ અંગે રેસ્ટોરન્ટના સંચાલક સાથે વાતચીત કરી હતી, ત્યારે દુકાનદારે તમારે શું કરવું છે? તેઓ બેજવાબદારી પૂર્વક જવાબ આપ્યો હતો. જ્યારે ગ્રાહકે કાયદેસરની કાર્યવાહ કરવા કહ્યું કે, તો રેસ્ટોરન્ટના સંચાલકે સારું કહી દીધું હતું. ગ્રાહકની રજૂઆત અને સંચાલકનો ઉદ્ધત જવાબ બાવળાના મૌલિકભાઈ ભરવાડે સિંધુભવન રોડ પરની ગ્વાલિયા રેસ્ટોરન્ટમાંથી ઘેવર મીઠાઈનું પાર્સલ લીધું હતું. ઘરે પાર્સલ ખોલતાં ઘેવરમાંથી વાળ નીકળ્યો હતો, જેનો વીડિયો બનાવી તેમણે રેસ્ટોરન્ટના જવાબદાર વ્યક્તિને મોકલ્યો હતો. સંચાલકે વીડિયો જોઈને વાળ હોવાનું સ્વીકાર્યું હતું, પરંતુ દિલગીરી વ્યક્ત કરવાને બદલે ‘તમારે શું કરવું?’ તેવો બેજવાબદાર જવાબ આપ્યો હતો. ગ્રાહકે કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી ત્યારે પણ સંચાલકે માત્ર "સારૂ" કહીને વાત ટૂંકાવી દીધી હતી. રોષ સાથે મૌલિકભાઈએ ‘જો આ બાળક ખાઈ લે તો શું થાત? આ તો મારા હાથમાં આવી ગયું, નહીં તો બાળકને પેટમાં જાત, ત્યારે કોની જવાબદારી રહેતી?’ એવું કહેતા ‘હવે તમારે શું કરવું છે?’ એમ રેસ્ટોરન્ટ તરફથી જવાબ વારંવાર જવાબ મળ્યો હતો. ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો ઉલ્લેખનીય છે કે, ગ્વાલિયા રેસ્ટોરન્ટ શહેરનું પ્રખ્યાત રેસ્ટોરન્ટ અને સ્વીટ માર્ટ છે. રાજકીય પાર્ટીઓ પણ તેમના કાર્યક્રમ માટે ગ્વાલિયા સ્વિટ્સમાંથી જ ફૂડ પેકેટ મંગાવતી હોય છે. આગામી તહેવારમાં ખૂબ મોટા પાયે મીઠાઈનું વેચાણ થશે, ત્યારે સ્વચ્છતાના નિયમોનું કેટલું પાલન કરવામાં આવે છે? તેની તપાસ થવી જરૂરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ કેટલીક જાતના રેસ્ટોરન્ટ અને સ્વીટ માર્ટ સામે કડક કાર્યવાહી કરતી નથી, જેની પાછળ રાજકીય નેતાઓ અને અધિકારીઓના ચાર હાથ હોય છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે રેસ્ટોરન્ટ સામે સીલ કરવાની કડક કાર્યવાહી કરે છે કે માત્ર દંડ વસૂલે છે.
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi’s Pink Shirt in Prayagraj: पिंक शर्ट में राहुल ने बनाया नया ट्रेंड, Gen Z भी हुए फैन!
    Next Article
    ઉત્તરાખંડની ટનલમાં પાણી-કાટમાળ ઘૂસ્યો, 7નાં મોત:યુપીના 16 જિલ્લામાં પૂર; હિમાચલમાં રેલવે ટ્રેક પર ખડકો પડ્યા, 4 ટ્રેનો રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment