Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈ બિહાર જતા મુસાફરોને રાહત:સાબરમતી અને મુજફ્ફરપુર વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડશે, 7 અને 14 નવેમ્બરે સાબરમતીથી ઉપડશે

    1 day ago

    દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો દરમિયાન બિહાર તરફ જતા મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારોમાં ટ્રેનોમાં લાંબા વેઇટિંગ લિસ્ટ અને સીટોની અછત વચ્ચે વતન જતા સામાન્ય નાગરિકો માટે સાબરમતી અને મુજફ્ફરપુર વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન બંને દિશામાં કુલ 4 ફેરા દોડશે, જેનાથી રિઝર્વેશન વગર મુસાફરી કરતા મુસાફરોને મોટી રાહત મળશે. ટ્રેનનું સંચાલન અને સમયપત્રક સાબરમતી-મુજફ્ફરપુર અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન તારીખ 7 અને 14 નવેમ્બરના રોજ સાબરમતી સ્ટેશનથી સાંજે 7 વાગ્યે ઉપડશે અને સોમવારે સવારે 4.30 વાગ્યે મુજફ્ફરપુર પહોંચશે. વળતા રૂટ પર મુજફ્ફરપુર-સાબરમતી સ્પેશિયલ ટ્રેન 9 અને 16 નવેમ્બરના રોજ મુજફ્ફરપુરથી સવારે 7.30 વાગ્યે ઉપડી મંગળવારે સાંજે 5 વાગ્યે સાબરમતી પરત ફરશે. મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ જતા પ્રવાસીઓની સુવિધા માટે આ ટ્રેનને બંને દિશામાં મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે. માર્ગમાં આ ટ્રેન કલોલ, મહેસાણા, પાલનપુર, આબૂરોડ, મારવાડ જંકશન, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, અછનેરા, ઈદગાહ આગરા, ટૂંડલા, કાનપુર સેન્ટ્રલ, સૂબેદારગંજ, જ્ઞાનપુર રોડ, બનારસ, વારાણસી, ઔંડિહાર, બલિયા, સુરેમનપુર, છપરા, સોનપુર અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે. આ તમામ કોચ અનરિઝર્વ્ડ હોવાથી મુસાફરો સામાન્ય ટિકિટ કાઉન્ટર પરથી વિશેષ ભાડા ધોરણે ટિકિટ મેળવીને સફર કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના આલીપોરમાં દીપડો લટાર મારતો CCTVમાં કેદ:રાત્રે 2:40 વાગ્યે જુમ્મા મસ્જિદ નજીક જોવા મળ્યો; સ્થાનિકોમાં ભયનો માહોલ
    Next Article
    ગોધરાના માલુમાં સતત ST અનામત બેઠક સામે OBC સમાજનો વાંધો:વસ્તીના આંકડા અને રોટેશન નિયમોનો હવાલો આપી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment