Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના આલીપોરમાં દીપડો લટાર મારતો CCTVમાં કેદ:રાત્રે 2:40 વાગ્યે જુમ્મા મસ્જિદ નજીક જોવા મળ્યો; સ્થાનિકોમાં ભયનો માહોલ

    1 day ago

    નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના જાણીતા આલીપોર ગામમાં મધરાતના સમયે દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગામના માયત મહોલ્લા વિસ્તારમાં રાત્રિના અંદાજે 2:40 વાગ્યાના સુમારે એક દીપડો રહેણાક માર્ગ પર બેરોકટોક લટાર મારતો જોવા મળ્યો હતો. દીપડાની આ હિલચાલ નજીકના મકાન અને દુકાનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જુમ્મા મસ્જિદ નજીકની હિલચાલ CCTVમાં કેદ મળતી માહિતી મુજબ, માયત મહોલ્લામાં આવેલી જુમ્મા મસ્જિદ નજીકના મુખ્ય માર્ગ પરથી દીપડો પસાર થયો હતો. CCTV ફૂટેજમાં દીપડો શાંતિથી રસ્તા પર ચાલતો સ્પષ્ટપણે નજરે પડે છે. રહેણાક વિસ્તારની વચ્ચે દીપડાની હાજરી સામે આવતાં ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાત્રિ દરમિયાન અવરજવર કરતા લોકોની સુરક્ષાનો પ્રશ્ન આલીપોરના વીઆર વિસ્તાર અને આસપાસની રહેણાક સોસાયટીઓમાં દીપડો દેખાયાના અહેવાલથી સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને મોડી રાત્રે અથવા વહેલી સવારે કામ અર્થે બહાર નીકળતા લોકો, નોકરીયાતો અને ખેતીકામ માટે અવરજવર કરતા નાગરિકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ પણ આ વિસ્તારમાં વન્યજીવો દેખાયા હોવાની ચર્ચાઓ થતી રહી છે. વન વિભાગ પાસે પાંજરાં ગોઠવવાની માંગ દીપડાની અવરજવરને ધ્યાનમાં રાખીને આલીપોર ગામના અગ્રણીઓ અને સ્થાનિક રહીશોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. વિસ્તારમાં દીપડાને પકડવા માટે પાંજરાં ગોઠવવામાં આવે તેમજ વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. દીપડાની અવરજવરને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વન વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો આશા રાખી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Dhanteras 2026 LIVE Updates: धनतेरस के शुभ मंत्र, पढ़ें कुबेर आरती, जानें खरीदारी से लेकर पूजा तक का शुभ मुहूर्त
    Next Article
    દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈ બિહાર જતા મુસાફરોને રાહત:સાબરમતી અને મુજફ્ફરપુર વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડશે, 7 અને 14 નવેમ્બરે સાબરમતીથી ઉપડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment