Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના માલુમાં સતત ST અનામત બેઠક સામે OBC સમાજનો વાંધો:વસ્તીના આંકડા અને રોટેશન નિયમોનો હવાલો આપી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

    1 day ago

    પંચમહાલના ગોધરા તાલુકાના માલુ ગામમાં ગ્રામ પંચાયતની આગામી ચૂંટણી પૂર્વે સરપંચ પદની અનામત બેઠક અને વોર્ડ રચનાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દાયકાઓથી સતત અનુસૂચિત જનજાતિ (ST) સમાજ માટે જ સરપંચ પદ અનામત રાખવામાં આવતું હોવાના આક્ષેપ સાથે બક્ષીપંચ (OBC) સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ મામલે બક્ષીપંચ સમાજના આગ્રેણી બારૈયા વિનોદભાઈ કલ્યાણજી સહિતના સ્થાનિક ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને રાજ્ય ચૂંટણી આયોગના અધિકારીને આવેદનપત્ર પાઠવીને રોટેશન પદ્ધતિ મુજબ જ બેઠકોની ફાળવણી કરવાની માંગ કરી છે. દાયકાઓથી એક જ વર્ગ માટે બેઠક અનામત હોવાનો આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવેલી રજૂઆત મુજબ, માલુ ગ્રામ પંચાયતમાં વર્ષ 1995થી અત્યાર સુધી સતત એસ.ટી. (ST) સમાજ માટે જ સરપંચ પદ અનામત રાખવામાં આવ્યું છે. 1995થી 2000 2001થી 2005 2006થી 2010 2011થી 2015 2016 થી 2020 2021થી 2025 તમામ સમયગાળા દરમિયાન એસ.ટી. અનામત બેઠક જ ફાળવવામાં આવી હતી. એટલું જ નહીં, આગામી ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી અનામત યાદીમાં પણ ફરીથી એસ.ટી. સમાજને જ સ્થાન આપવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. વસ્તીના આંકડા અને નિયમોનો હવાલો આવેદનપત્રમાં વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જે અનુસાર માલુ ગામની કુલ વસ્તી 3,404 હતી. બક્ષીપંચ સમાજની વસ્તી સૌથી વધુ હોવા છતાં દર વખતે એસ.ટી. અનામત બેઠક ફાળવાતી હોવાથી સ્થાનિક ગ્રામજનોમાં અન્યાયની ભાવના ઘર કરી ગઈ છે. રોટેશન પદ્ધતિના પાલનની માંગ ગુજરાત ગ્રામ પંચાયત સરપંચ રોટેશન રૂલ્સ 1994ના નિયમ 4, 5 અને 6 નો હવાલો આપીને આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોઈપણ એક કેટેગરીને સતત બે ટર્મથી વધુ સમય માટે અનામત ફાળવી શકાય નહીં અને રોટેશન પદ્ધતિનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. સરપંચ પદ ઉપરાંત વોર્ડવાર બેઠકોની ફાળવણીમાં પણ વસ્તીના પ્રમાણ અને રોટેશનને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈ બિહાર જતા મુસાફરોને રાહત:સાબરમતી અને મુજફ્ફરપુર વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડશે, 7 અને 14 નવેમ્બરે સાબરમતીથી ઉપડશે
    Next Article
    સારંગપુર BAPS મંદિરે દિવાળી-નૂતન વર્ષની ભવ્ય ઉજવણી થશે:8 નવેમ્બરે આતશબાજી અને મહાઆરતી, 10 નવેમ્બરે 2500થી વધુ વાનગીઓનો અન્નકૂટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment