Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદીપુરા એન્સેફાલાઇટિસ પીડિત 7 વર્ષીય બાળકીને નવજીવન:મગજનો સોજો, લીવર ફેલ્યોર વચ્ચે 12 દિવસની સઘન સારવાર બાદ બાળકી સ્વસ્થ

    2 days ago

    ધારપુર-પાટણની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટના તબીબોએ ચાંદીપુરા એન્સેફાલાઇટિસથી પીડિત સાત વર્ષીય બાળકીને નવજીવન બક્ષ્યું છે. સંખારી ગામની બાળકીને મગજનો સોજો, શોક અને લીવર ફેલ્યોર જેવી ગંભીર જટિલતાઓ હતી. બાર દિવસની સઘન સારવાર બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. બાળકીને છેલ્લા ત્રણ દિવસથી તીવ્ર તાવ, આંચકી અને સતત ઊલટીઓ થતી હતી. શરૂઆતમાં તેને ખાનગી હોસ્પિટલમાં બે દિવસ સારવાર અપાઈ હતી, પરંતુ તબિયત વધુ બગડતાં અને ભાન ગુમાવતાં તેને તાત્કાલિક ધારપુર હોસ્પિટલના PICUમાં ખસેડવામાં આવી. બાળકી અચેતન અવસ્થામાં હતી, તેથી તેને તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ અપાયો. તબીબી તપાસમાં એન્સેફાલાઇટિસ, મગજમાં સોજો, શોક અને મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ જેવી ગંભીર સ્થિતિઓ જણાઈ. ઉપરાંત, લીવર ફંક્શન ટેસ્ટ સતત બગડી રહ્યા હતા અને રક્તસ્રાવના લક્ષણો પણ દેખાયા હતા. બાળકીની ગંભીર સ્થિતિને જોતાં, PICUની તબીબી ટીમે તાત્કાલિક એક્યુટ લીવર ફેલ્યોરની સારવાર શરૂ કરી. રક્તસ્રાવને નિયંત્રિત કરવા માટે દિવસમાં બે વખત ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા (FFP) ટ્રાન્સફ્યુઝન અપાયું. શોકની સ્થિતિને કાબૂમાં લેવા ઇનોટ્રોપિક સપોર્ટ પણ આપવામાં આવ્યો. PICUના તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા ચોવીસ કલાક સતત દેખરેખ અને સઘન સારવાર બાદ બાળકીની તબિયતમાં સુધારો થયો. તેના બ્લડ પેરામીટર્સ, ભાનની સ્થિતિ અને તમામ વાઇટલ્સ સ્થિર થયા.લગભગ બાર દિવસની સઘન સારવાર પછી બાળકી સંપૂર્ણ સ્વસ્થ થઈ. તેને કોઈ પણ શારીરિક કે મગજ સંબંધિત જટિલતા (Sequelae) વગર હોસ્પિટલમાંથી રજા અપાઈ. તબીબી ટીમે જણાવ્યું કે, ચાંદીપુરા એન્સેફાલાઇટિસ સાથે લીવર ફેલ્યોર અને શોક ધરાવતા દર્દીની સારવાર અત્યંત પડકારજનક હોય છે. જોકે, સમયસર નિદાન, યોગ્ય તબીબી નિર્ણય અને ટીમ વર્કના કારણે બાળકીનો જીવ બચાવી શકાયો.
    Click here to Read More
    Previous Article
    મોરબી મચ્છુ જળ હોનારતને 47 વર્ષ પૂર્ણ:મનપા દ્વારા મૌન રેલી યોજાઈ, મણીમંદિર ખાતે દિવંગતોને શ્રદ્ધાંજલિ
    Next Article
    આંબાપુરામાં રામદેવપીર સેવા કેમ્પનો સાતમા વર્ષે શુભારંભ:રણુજા જતા પદયાત્રીઓ માટે કેમ્પ ખુલ્લો મુકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment