Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંબાપુરામાં રામદેવપીર સેવા કેમ્પનો સાતમા વર્ષે શુભારંભ:રણુજા જતા પદયાત્રીઓ માટે કેમ્પ ખુલ્લો મુકાયો

    2 days ago

    પાટણ તાલુકાના આંબાપુરા ગામના રેલવે ફાટક પાસે આવેલા રામદેવપીર મંદિર ખાતે રણુજા પગપાળા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો સાતમા વર્ષે શુભારંભ કરવામાં આવ્યો છે. આંબાપુરા મિત્ર મંડળ અને સમસ્ત ગ્રામજનો દ્વારા છેલ્લા સાત વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ગામના સરપંચ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું કે, વર્ષ 2020માં બાવળોથી ઘેરાયેલી આ જગ્યાએ રૂ. 1.21 લાખના દાનથી આ સેવાકાર્ય શરૂ થયું હતું. આજે તે એક વટવૃક્ષ બની ગયું છે. યુવક મંડળના 20 યુવાનો દર વર્ષે રૂ. 3500નો ફાળો આપીને આ સેવામાં યોગદાન આપે છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા, નાસ્તો, ભોજન અને રાત્રિ રોકાણની વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આયોજકો દ્વારા પદયાત્રીઓને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. કેમ્પના શુભારંભ પ્રસંગે મંદિર પરિસર ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આસપાસના પંથકમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં પાટણ APMC ચેરમેન સ્નેહલભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રાહુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય મનીષાબેન પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ખોડાજી ઠાકોર સહિત કુલદીપભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, દિલીપભાઈ દેસાઈ, પ્રવિણસિંહ રાઠોડ, ગોવિંદભાઇ પ્રજાપતિ, સંજયભાઈ પ્રજાપતિ અને અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી આરતી અને દર્શનનો લાભ લઈ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ચાંદીપુરા એન્સેફાલાઇટિસ પીડિત 7 વર્ષીય બાળકીને નવજીવન:મગજનો સોજો, લીવર ફેલ્યોર વચ્ચે 12 દિવસની સઘન સારવાર બાદ બાળકી સ્વસ્થ
    Next Article
    ગોધરા નગરપાલિકાએ મુખ્ય માર્ગોના ખાડા પૂરવાનું શરૂ કર્યું:સામાજિક કાર્યકરની રજૂઆત બાદ વાહનચાલકોને રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment