Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    7 વર્ષ પછી ચોમાસામાં ઉકાઈ ડેમ 100% ન ભરાયો:ડેમ 80% ભરાયો છતાં સંગ્રહ પૂરતો હોવાથી પાણીની ખેંચ નહીં વર્તાય

    8 hours ago

    આ વર્ષે ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં ઉકાઈ ડેમ 337 ફૂટની સપાટી સાથે 80 ટકા જેટલો જ ભરાયો છે. 7 વર્ષ પછી ડેમ 100 ટકા ભરાયો નથી છતાં, પીવાનાં પાણીની, ઉદ્યોગો કે સિંચાઈ માટે અછત નહીં વર્તાય તેવું ખેડૂત અગ્રણીઓનું કહેવું છે. બીજી તરફ, જમણા કાંઠાની નહેરનું સ્ટ્રક્ચર 60-70 વર્ષ જૂનું હોવાથી 1 નવેમ્બરથી 1 ફેબ્રુઆરી સુધી મરામત કરાશે. નોંધનીય છે કે, ડેમની પૂર્ણ સપાટી 345 ફૂટ છે. જેનાથી હાલ 7 ફૂટ નીચે છે. ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા 6730 MCM સામે 5367 MCM પાણી છે, જેથી આગામી 2 વર્ષ માટે જળ વ્યવસ્થાપન કડક બનાવવું પડશે. કોઝવેમાં પાણીનો સંગ્રહ જાળવી, સિંચાઈમાં ટપક અને ફુવારા પદ્ધતિ અપનાવવી પડશે. પાણીની સ્થિતિ ટૂંકા ગાળા માટે સુરક્ષિત છે છતાં બચત જરૂરી પાલિકા રોજ 1500 મિલિયન લિટર (MLD) પાણી ખેંચે છે. સુરત ઉપરાંત નવસારી અને આસપાસના વિસ્તારોનું પીવાનું પાણી ઉકાઈ આધારિત છે. હાલનો જીવંત સંગ્રહ જોતાં આગામી એક વર્ષ સુધી પીવાના પાણીનું સંકટ નથી, પરંતુ 2027નું ચોમાસું નબળું રહે કે લંબાય તો 2027-28માં પીવાના પાણીના કાપ અને રેશનિંગની સ્થિતિ સર્જાઈ શકે છે. નહેરની 3 મહિના મરામત, 1.76 લાખ હેક્ટરમાં પાણી બંધ જમણા કાંઠાની નહેર જર્જરિત હોવાથી 1 નવેમ્બરથી 1 ફેબ્રુઆરી 2027 સુધી મરામત માટે બંધ રહેશે, જેથી 1.76 લાખ હેક્ટરમાં શિયાળુ પાક માટે પાણી નહીં મળે. આ અંગે6 મહિના અગાઉથી જ જાણ કરાઈ હતી. જેથી ઘણા ખેડૂતોએ બોરવેલ, કૂવા આધારિત પાકનું આયોજન કર્યું છે કે રવિ પાક પસંદ કર્યા છે. આમ, કોઈ મોટી સમસ્યા નથી. > જયેશ દેલાડ, ખેડૂત અગ્રણી
    Click here to Read More
    Previous Article
    સંકલનમાં ખરાબ રસ્તા મુદ્દે ધારાસભ્યોએ પસ્તાળ પાડતાં તંત્ર દોડતું થયું:રસ્તા પાછળ 120 કરોડ ખર્ચાશે પણ ડામરની અછત વચ્ચે કામની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ
    Next Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:3માંથી 2 પૂરગ્રસ્ત સોસાયટીને વેરામાફી અપાઈ, વચ્ચેની બાકાત, મ્યુનિ.એ કહ્યું ‘વીડિયો અનિવાર્ય’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment