Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    120 ફૂટ ઊંડા કૂવામાં પડેલી ઢેલનું રેસ્ક્યૂ:વડોદરામાં નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમે જીવના જોખમે 4 કલાકની જહેમત બાદ ઢેલને સલામત બહાર કાઢી

    12 hours ago

    વડોદરા નજીક હરિધામ સોખડા ગામે 100થી 120 ફૂટ જેટલા ઊંડા કૂવામાં ઢેલ પડી ગઈ હતી. ઘટનાની થતા 4 વાગ્યાના સુમારે નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેમની ટીમે કૂવામાં ઉતરી આશરે 3થી 4 કલાકની જહેમત બાદ ઢેલને સલામત રીતે બહાર કાઢી હતી અને ઢેલને તેના પ્રાકૃતિક સ્થળે છોડી દીધી હતી. નેચર હેલ્પ ફાઉન્ડેશનના હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના પવિત્ર દિવસે અમને એક કૂવામાં ઢેલ પડી ગઈ હોવાનો રેસ્ક્યૂ કોલ મળ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઢેલ લગભગ 100 ફૂટ ઊંડા કૂવામાં પડી ગઈ હતી. જ્યારે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જોયું કે કૂવો આશરે 100 થી 120 ફૂટ ઊંડો, ખૂબ જ મોટો અને અંદર ઘણો કાટમાળ ધરાવતો હતો. જેના કારણે રેસ્ક્યૂ કામગીરીમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અમારી ટીમે યોગ્ય ટેકનિક, માર્ગદર્શન, રેસ્ક્યૂ ઉપકરણો અને તમામ પ્રકારના સુરક્ષા સાધનોનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક કામગીરી કરી હતી. આ રેસ્ક્યૂ કામગીરી નેચર હેલ્પ ફાઉન્ડેશનના સભ્યો મુકુંદ પરમાર, હેમંત વઢવાણા અને ઋત્વિક જેસર દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઢેલને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચ્યા વગર કૂવામાંથી સહી-સલામત બહાર કાઢવામાં આવી હતી અને સલામત રીતે બહાર કાઢીને વન વિભાગને જાણ કર્યા બાદ તેના પ્રાકૃતિક સ્થળે મુક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    યુવકને વીજપોલ સાથે બાંધી માર માર્યો:પ્રભાસ પાટણમાં ચોરીના આરોપસર સ્થાનિકોએ પોલીસને સોંપ્યો
    Next Article
    ભુજમાં100 સફાઈ કર્મી બહેનોએ સાંસદને રાખડી બાંધી:વિનોદ ચાવડાના કાર્યાલયમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment