Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પેટ્રોલ-ડીઝલ મોંઘા થઇ શકે, સુપ્રીમ કોર્ટે કહ્યું- બાળકોને ઇન્ટરનેટથી દૂર ન રાખી શકાય, ટ્રમ્પે ભારત પર 100% ટેરિફ લગાવતો કાયદો રોક્યો

    20 hours ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર અમેરિકાથી રહ્યા. ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું. બીજી તરફ સુપ્રીમ કોર્ટે કહ્યું - બાળકોને ઇન્ટરનેટથી સંપૂર્ણપણે દૂર રાખવું યોગ્ય નથી. મોર્નિંગ બ્રીફમાં આગળ વાંચો ગુજરાતના ટોપ ન્યૂઝ… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ 'નો કિંગ્સ' પ્રદર્શન. 📰 કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પ ઝૂક્યા, ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું:રશિયા પર પ્રતિબંધો અટકાવ્યા, કહ્યું- આનાથી અમેરિકાને જ ફાયદો; 8 દિવસ પહેલા જ પુતિન સાથે કરી હતી ડીઝલ ડીલ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા પર કડક પ્રતિબંધો લાદતા કાયદાને હાલ પૂરતો અટકાવી દીધો છે. ટ્રમ્પે શુક્રવારે આ નિર્ણય સાથે જોડાયેલા આદેશ પર હસ્તાક્ષર કર્યા અને કહ્યું કે આ પગલું અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં છે. આ કાયદા હેઠળ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા ભારત અને ચીન જેવા દેશો પર 100% સુધીનો ટેરિફ લાદી શકાયો હોત. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ભારતમાં બાળકો પર ઇન્ટરનેટ પ્રતિબંધ નહીં લાગે!:સુપ્રીમ કોર્ટે કહ્યું- 'ઇન્ટરનેટ વાપરવું એ મૂળભૂત અધિકાર', પ્રતિબંધ મૂકવો એ યોગ્ય માર્ગ નથી; નિયમ તોડતી કંપનીઓને ભારે દંડ કરો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો દરેક વ્યક્તિનો, અહીં સુધી કે દરેક ઉંમરના બાળકનો પણ મૂળભૂત અધિકાર છે. બાળકોને ઇન્ટરનેટથી સંપૂર્ણપણે દૂર રાખવું યોગ્ય નથી. કોર્ટે કહ્યું કે બાળકોની સુરક્ષા અને તેમની સ્વતંત્રતા એકબીજાની વિરુદ્ધ નથી. તેમને બંનેનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે ઇન્ટરનેટ પર ખોટા કન્ટેન્ટ હોવાના કારણે તેને બાળકો માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવું ઉકેલ નથી. આવા પ્રતિબંધોથી બાળકો ઓછી સુરક્ષિત વેબસાઇટ્સ અને પ્લેટફોર્મ્સ પર જઈ શકે છે. સાથે જ, ઓનલાઇન ધમકી અથવા શોષણનો સામનો કરતા બાળકો ફરિયાદ કરતા પણ ડરી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. દીપકની ગઈકાલે અટકાયત, આજે સવારે ધરપકડ અને સાંજે જામીન:SIR વિરુદ્ધ કોંગ્રેસની 1 નવેમ્બરે રામલીલા ગ્રાઉન્ડમાં રેલી, પોલીસ પાસેથી મંજૂરી મળી કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેને શનિવારે જામીન મળી ગયા. તેમને 50,000 રૂપિયાનો જામીન બોન્ડ પણ ભરવો પડ્યો. દીપકેની દિલ્હી પોલીસે શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. શુક્રવારે કનોટ પ્લેસમાં ‘લહેરા દો તિરંગા’ રેલી પહેલાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 8 દિવસમાં દીપકે વિરુદ્ધ આ બીજી વખત કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલાં 10 ઓક્ટોબરે તેમને દિલ્હી એરપોર્ટ પર વિમાનમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બીજા દિવસે તેઓ મુક્ત થઈ ગયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 4. નવાઝ શરીફ-બેનઝીર ભુટ્ટો પછી હવે ઇમરાન ખાનનો વારો:જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન દેશ છોડવા મજબૂર, વિપક્ષી નેતાનો દાવો પાકિસ્તાનમાં જેલમાં બંધ પૂર્વ PM ઇમરાન ખાન પણ પૂર્વ વડાપ્રધાનોની જેમ દેશ છોડી શકે છે. વિપક્ષના નેતા મહમૂદ ખાન અચકઝઈએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ દાવો કર્યો હતો. અચકઝઈએ કહ્યું- સરકાર ઇમરાન પર સમાધાન માટે દબાણ બનાવી રહી છે. તેઓ નવાઝ શરીફ અને બેનઝીર ભુટ્ટોની જેમ દેશ છોડીને જઈ શકે છે. અચકઝઈ પખ્તૂનખ્વા મિલી અવામી પાર્ટી (PKMP)ના અધ્યક્ષ અને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. દિવાળી પછી મોંઘવારીનો બોમ્બ ફૂટશે!:પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, 7 રાજ્યોની ચૂંટણી પહેલાં સરકાર નિર્ણય લઈ શકે છે; ઓક્સફોર્ડ ઈકોનોમિક્સનો દાવો ભારતમાં નવેમ્બરમાં ઇંધણના ભાવમાં વધારો થઈ શકે છે. આ દાવો ઓક્સફોર્ડ ઇકોનોમિક્સે કર્યો છે. તેમના અનુસાર, નવેમ્બર દરમિયાન તેમાં સામાન્ય વધારો થઈ શકે છે, જેનાથી આવતા વર્ષની શરૂઆતમાં મહત્વપૂર્ણ રાજ્ય ચૂંટણીઓ માટે પ્રચાર તેજ થાય તે પહેલાં પેટ્રોલ પંપના ભાવમાં વધારો કરવા માટે એક મર્યાદિત તક મળશે. બ્લૂમબર્ગના એક અહેવાલમાં ઓક્સફોર્ડ ઇકોનોમિક્સની મુખ્ય અર્થશાસ્ત્રી એલેક્ઝાન્ડ્રા હરમન પ્રસાદે જણાવ્યું હતું કે પેટ્રોલના ભાવમાં વધારાની સંભાવના નવેમ્બર મહિના દરમિયાન દેખાઈ રહી છે. આ વધારો ત્યારે થવાની સંભાવના છે, જ્યારે આવતા વર્ષે 7 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. તેમાંથી પાંચ રાજ્યોમાં, જેમાં ઉત્તર પ્રદેશ અને પંજાબનો સમાવેશ થાય છે, માર્ચ અને મે વચ્ચે મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં ઇંધણના ભાવમાં વધારાની સંભાવના રાજકીય વળાંક લઈ શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. ગુજરાતના ઉદ્યોગોને સાંજે 5 કલાક ઓછી વીજળી વાપરવા ઉર્જામંત્રીની અપીલ:ઓક્ટોબરમાં પણ ગરમી યથાવત રહેતા વપરાશ ઐતિહાસિક સપાટીએ, વધુ વીજળી માટે અધિકારીઓ દિલ્હી દોડ્યા ગુજરાતમાં સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં ગરમીમાં ઘટાડો થઈ જતો હોય છે. પરંતુ, આ વર્ષે અલનીનોની અસરના કારણે આકરી ગરમી પડી રહી હોય રાજ્યમાં વીજળીનો વપરાશ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ 26.60 ટકાના ઉછાળા સાથે વીજળીની માગ 29,822 મેગાવોટ પર પહોંચી છે. દિવસે તો રિન્યુએબલ એનર્જીથી જરુરિયાત પૂર્ણ થઈ રહી છે પરંતુ, સાંજે 5 થી 10 વાગ્યા દરમિયાન મુશ્કેલી સર્જાતા ઉર્જામંત્રીએ ઉદ્યોગોને આ સમય દરમિયાન વપરાશ ઘટાડવા અપીલ કરવામાં આવી છે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી. આ ઉપરાંત ગુજરાત વીજકંપનીના અધિકારીઓ વધુ વીજળીની માગ સાથે દિલ્હી પહોંચ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. આદિત્ય ગઢવી-હાર્દિક દવેના ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાની કૂદી પડી:'લઘુમતીઓને ઘરે બોલાવી તમારી બહેન-દીકરીઓ સાથે રમાડો, ભજન બંધ કરી કવ્વાલી શરૂ કરી દો' અમદાવાદમાં જાણીતા કલાકાર આદિત્ય ગઢવીના 'રંગ મોરલા' ગરબામાં જે પણ લઘુમતી સમાજના હોય તેને બહાર નીકળી જવા સ્ટેજ પરથી RJ આકાશ દ્વારા જાહેરાત કરાઈ હતી, જેને લઈને વિવાદ સર્જાયો હતો. જો કે, બાદમાં આદિત્ય ગઢવી અને આરજે આકાશે આ મુદ્દે સ્પષ્ટતા કરતી સંયુક્ત પોસ્ટ ઈન્સ્ટાગ્રામ કરી હતી. જેમાં લખ્યું હતું કે, એક જૂથે બેકસ્ટેજ પર કબજો જમાવ્યો અને મારા પ્લેટફોર્મનો ઉપયોગ એવું કંઈક કરવા માટે કર્યો, જે હું ક્યારેય નહીં કરું. તેમજ મુસ્લિમોને મેદાન છોડવાની જાહેરાતનો હાર્દિક દવેએ પણ વિરોધ નોંધાવ્યો હતો. હવે આ સમગ્ર વિવાદમાં કાજલ હિન્દુસ્તાની પણ કૂદી પડી છે. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : CJI બોલ્યા- અસંમતિ સાથે સન્માન જરૂરી:ચૂકાદો આપતા પહેલાં સાંભળો, NLSIU દીક્ષાંત સમારોહમાં સામેલ થયા; 3 મહિના પહેલાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.ઈન્ટરનેશનલ : ચૂંટણી જીતીને પણ શું નેતન્યાહૂ વડાપ્રધાન નહીં બની શકે:જમણેરી મતોના વિભાજનનો ડર; સત્તા હાથમાંથી સરકી શકે છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ : ગગનયાને મોડ્યુલ અલગ કરવાની ટેસ્ટ પાસ કરી:આ સુરક્ષિત વાપસીમાં પણ મદદરૂપ; ISROનું લક્ષ્ય- 2026માં પ્રથમ માનવરહિત મિશન લોન્ચ થાય (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ઈન્ટરનેશનલ : ઇઝરાયલી કંપનીની જાહેરાતો દ્વારા જાસૂસીનો પ્રયાસ:ક્લિક કર્યા વિના ડિવાઇસમાં ઘૂસી શકે છે માલવેર; UN અને NATOના નેટવર્ક સુધી પહોંચ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ : સ્ટારલિંકનો દાવો-અમે 5 વર્ષથી ભારતમાં કામ કરી રહ્યા છીએ:હાઈ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર, મંજૂરી મળવાની રાહ (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.સ્પોર્ટ્સ : નારાજ વૈભવે પોસ્ટ કરી- ‘સ્ટિલ બિલીવિંગ’:ભારત-વેસ્ટ ઇન્ડિઝ T20ના પ્લેઈંગ-11માં જગ્યા ન મળવાથી દુઃખી, 4 દિવસમાં બીજી પોસ્ટ કરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : કોલ્હાપુરના મહાલક્ષ્મી, સમૃદ્ધિ શક્તિનું સ્વરૂપ:પશ્ચિમાભિમુખ દેવીને આથમતા સૂર્યના કિરણોનો અભિષેક; દશેરાએ તિરુપતિ મંદિરેથી વિશેષ સાડી આવે છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ છોકરાની આંખની ઉપર દાંત નીકળ્યા તમિલનાડુના મદુરાઈમાં 16 વર્ષના છોકરાની આઇબ્રોની ઉપર દાંત નીકળી આવ્યા. એક અહેવાલ મુજબ, ડોક્ટરોએ જણાવ્યું કે આ જગ્યા અડતાં કઠોર અને ચીકણી હતી. સર્જરી કરીને દાંત કાઢી નાખવામાં આવ્યા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. દીકરીની છેલ્લી બૂમ સંભળાઇ- મમ્મી, હું પડી ગઇ....: 8 દિવસે પણ બાળકીનો કોઇ પતો નથી, લાચાર માતા બોલી- છોકરી કેમિકલમાં ઓગળી ગઇ હશે 2. પારકી પંચાત : હર્ષ સંઘવીએ ‘બાપા’ની મજા લીધી, VIDEO: સ્ટેજ ઉપરથી રૂપાલાએ પણ હા એ હા કરી; ચૂંટણીના હરીફો હાથમાં હાથ નાખીને ગરબે રમ્યા, IPSએ તલવાર વીંઝી 3. આજનું એક્સપ્લેનર: ટેસ્લાએ કેવી રીતે બનાવી 'ઉડતી કાર', 1 સેકન્ડમાં 97 કિમી/કલાકની ઝડપ, ગુલાંટી મારી શકે છે; શું 2028 સુધી રસ્તાઓ પર જોવા મળશે? 4. દુનિયાભરમાં વધી રહ્યા છે 'રજવાડી બીમારી'ના કેસ!: પુરુષોમાં જોખમ વધુ, ડૉક્ટર પાસેથી જાણો ગાઉટને કેવી રીતે ઓળખવું અને તેનાથી કેવી રીતે બચવું 5. કોલ્હાપુરના મહાલક્ષ્મી, સમૃદ્ધિ શક્તિનું સ્વરૂપ:પશ્ચિમાભિમુખ દેવીને આથમતા સૂર્યના કિરણોનો અભિષેક; દશેરાએ તિરુપતિ મંદિરેથી વિશેષ સાડી આવે છે ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: કન્યા, તુલા સહિત 5 રાશિનું ભાગ્ય બળવાન રહેશે, ધન રાશિએ નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    LSG Owner Sanjiv Goenka Receives Surprise Request From Ex-India Star: "I Can Deliver The Results"
    Next Article
    Major Kolkata Durga Puja Pandals Shut Temporarily After Stampede Kills 19

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment