Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આટલા લોકોના કારણે હું આપઘાત કરવા જઈ રહ્યો છું':સાવલીમાં પ્રેમલગ્ન કર્યા બાદ યુવકને ધમકીઓ મળતા યુવક વીડિયો બનાવી ગુમ થઈ જતા ભારે દોડધામ મચી

    3 days ago

    વડોદરાના સાવલી તુલાકના ન્હારા ગામમાં એક યુવાને પ્રેમલગ્ન કર્યા બાદ સાસરી પક્ષના લોકો દ્વારા સતત ધમકી મળતી હોવાનો આક્ષેપ કર્યો છે. ધમકીઓથી કંટાળી આત્મહત્યા કરવા જઈ રહ્યા હોવાનો વીડિયો બનાવી યુવાન ગુમ થઈ જતા પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી બે દિવસે યુવકને શોધી કાઢ્યો હતો અને પરિવારને સોંપ્યો હતો. યુવકે વીડિયો બનાવી વાઈરલ કરતા પરિવાર-પોલીસ દોડતા થયા સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં યુવક કહી રહ્યો છે કે, તેણે અને તેની પત્નીએ પુખ્ત વયે એકબીજાની સંમતિથી સ્વેચ્છાએ લગ્ન કર્યા છે અને છોકરી તેની સાથે રહેવા માંગે છે. પરંતુ છોકરીના માતા-પિતા તેને મોકલવાની ના પાડે છે. છોકરીના મોસાળ પક્ષના લોકો એટલે કે તેના મામા ધીરો, મુકો, સૈલો, કારુભાઈ, અજીતકો અને વાઘા કાકા તેને ધમકી આપે છે કે જો તે પોતાના ગામ 'નારા' માં રહેશે તો તેઓ તેને જાનથી મારી નાખશે.' છોકરીના પરિવારજનો દ્વારા તેને અને તેના પરિવારને સતત ધમકીઓ અપાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે તેની પત્નીને પણ જબરદસ્તીથી છૂટાછેડા લેવા માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો છે. યુવક કહી રહ્યો છે કે, હાલ તેની પત્ની તેના પિતાને ઘરે હોવા છતા તેને ધમકીઓ આપવામાં આવી રહી છે. 'મારા મોત માટે આ લોકો જવાબદાર રહેશે' યુવક વીડિયોમાં જણાવી રહ્યો છે કે, તેને મળી રહેલી ધમકીઓના કારણે તે પોતાના ઘરે જઈ શકતો નથી. તેને સાતથી આઠ વાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેનાથી કંટાળી તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. જેના માટે સાસરી પક્ષના લોકો જવાબદાર હોવાનો આક્ષેપ કરી રહ્યો છે. શું હતો સમગ્ર મામલો? સાવલીના ન્હારા ગામના યુવકે પ્રેમલગ્ન કર્યા બાદ ગામમાં ન રહેવા માટે પિયર પક્ષ તરફથી કથિત ધમકીઓ મળતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ કારણે માનસિક રીતે વ્યથિત થયેલા યુવકે આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. યુવક ગત 13મી તારીખે પરિવારજનોને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ પરિવારજનોએ તેને શોધવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈ પત્તો ન લાગતા 15મી તારીખે ડેસર પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.ડેસર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સતત બે દિવસ સુધી શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન યુવકને આણંદ તરફથી સુરક્ષિત હાલતમાં શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકનો પરિવારજનો સાથે સંપર્ક કરાવી તેને સુરક્ષિત રીતે તેમના હવાલે કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં ખેડૂત પરિસંવાદ કાર્યક્રમ યોજાયો:ખેડૂતોએ વિજ વળતર, ઘાસચારા અછત સહિતના મુદ્દાઓ પર રજૂઆત કરી
    Next Article
    રાંચરડા નીબ કરૌરી મહારાજ મંદિરમાં ભક્તિનો માહોલ:આજે 100મો ભવ્ય સુંદરકાંડ પાઠ યોજાયો, બે વર્ષથી ચાલે છે અવિરત ક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment