Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ગ્રામ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ‎:સમયસર જથ્થો ન મળતાં કંટાળેલા 69 વાજબી ભાવની દુકાનના સંચાલકો આજે સામુહિક રાજીનામાં આપશે

    16 hours ago

    અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી અનાજ વિતરણ વ્યવસ્થામાં વહીવટી તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. દર મહિને સમયસર અનાજનો જથ્થો ન પહોંચવાના કારણે લોકોના આક્રોશનો ભોગ બનતા 69 વાજબી ભાવની દુકાનોના રેશન વિતરકોએ આજે કંટાળીને સામૂહિક રાજીનામાં આપવાનો નિર્ણય કર્યો છે. આ તમામ દુકાનદારો આજે દસક્રોઇ મામલતદાર કચેરી ખાતે રૂબરૂ જઈને પોતાના રાજીનામાં સોંપશે, જેના કારણે આગામી દિવસોમાં રેશનિંગ વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ્પ થઈ જશે. દર મહિને મોડો જથ્થો આવતા ગ્રાહકો સાથે થાય છે ઘર્ષણ: રેશન વિતરકોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા દર મહિને વાજબી ભાવની દુકાનો પર સમયસર અનાજનો જથ્થો મોકલવામાં આવતો નથી. ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડધારકો જ્યારે પોતાનું અનાજ લેવા દુકાને આવે છે ત્યારે જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ભારે હોબાળો મચે છે. જથ્થો ન આવવા પાછળ વાંક સરકારી તંત્રનો હોવા છતાં, સ્થાનિક નાગરિકો દુકાનદારો સાથે ઉગ્ર ઝઘડા અને બોલાચાલી કરે છે. સરકારની આ ઢીલી નીતિના કારણે રોજબરોજના માનસિક ત્રાસ અને ઘર્ષણથી કંટાળીને આખરે સંચાલકોએ આ આકરો નિર્ણય લીધો છે. સરકારના પાપે ગરીબ જનતાને ભોગવવાનો વારો આવ્યો એક તરફ સરકાર ગરીબોને મફત અને સસ્તું અનાજ આપવાની મોટી-મોટી જાહેરાતો કરે છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ છે. સરકાર દ્વારા સમયસર અનાજનો જથ્થો ન અપાતા ગરીબ પરિવારોને ભૂખ્યા રહેવાનો અથવા ખુલ્લા બજારમાંથી મોંઘા ભાવનું અનાજ ખરીદવાનો વારો આવ્યો છે. જો આજે આ 69 દુકાનદારોના રાજીનામાં સ્વીકારવામાં આવશે તો હજારો રેશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાઈ જશે, જેથી હવે આ મામલે દસક્રોઇ મામલતદાર અને પુરવઠા વિભાગ શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    શાહે હુંકાર કર્યો ને 5મા દિવસે બાંગ્લાદેશીઓને કાઢવાનું શરૂ:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 291 શકમંદની અટક કરી, 131 બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ, 160ની પૂછપરછ શરૂ
    Next Article
    World No. 1 Aryna Sabalenka Homes In On French Open Semifinals

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment