Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમિશનરની કામગીરી બતાવવા માટે 6.83 કરોડનો ખર્ચ થશે:લોકો પે એન્ડ પાર્કિંગમાં વાહન મૂકે અને દબાણો દૂર કરવા 120 પૂર્વ સૈનિકોની ભરતી કરવા ભાજપની મંજૂરી

    1 day ago

    શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે એસ્ટેટ વિભાગની ટીમો અને કર્મચારીઓ સતત કામગીરી કરતા હોય છે. ઢોર પકડવાની કામગીરી ઉપરાંત દબાણો દૂર કરાવવાથી લઈને પે એન્ડ પાર્કિંગની બહાર લોકો પાર્કિંગ ન કરે અને ટ્રાફિક માર્શલની ભૂમિકા ભજવે એવા અધિકારીઓના તર્ક સાથે 120 જેટલા એક્સ આર્મીમેનની કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર લેવા માટે 6.83 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની વિવાદાસ્પદ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. એક તરફ દબાણો દૂર કરવા માટે મોટી ફોજ અને સીએનસીડી વિભાગમાં ઢોર પકડવા માટે પણ સ્ટાફ સાથે એસઆરપીની ટીમ હોવા છતાં પણ એક્સ આર્મીમેન પાછળ આટલો મોટો ખર્ચ કરવા મંજૂરી અપાતાં ચર્ચા જાગી છે. 100 જવાનો એસ્ટેટને અને 20 જવાનો CNCDને ફાળવાશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, 120 એક્સ-આર્મીમેનમાંથી 100 જવાનો એસ્ટેટ વિભાગ અને 20 જવાનો સીએનસીડી વિભાગ માટે ફાળવવામાં આવ્યા છે. દબાણો દૂર કરવાની સાથે પાર્કિંગમાં નાગરિકો વ્યવસ્થિત રીતે પે એન્ડ પાર્કિંગમાં જ વાહન પાર્ક કરે અને જ્યાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ચાલતી હોય તેના કારણે ટ્રાફિક થાય તો તેમાં પણ ટ્રાફિક માર્શલની ભૂમિકા ભજવી શકે તેના માટે આ કર્મચારીઓ લેવામાં આવ્યા છે. એસઆરપીની ફાળવણી કરવામાં આવી છે અને તેનો પણ વાર્ષિક ખર્ચ થતો જ હોય છે. AWPO મારફતે 1 વર્ષના કોન્ટ્રાક્ટ પર નિમણૂક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસ્ટેટ અને સી.એન.સી.ડી. (CNCD) વિભાગમાં 120 પૂર્વ સૈનિકો (એક્સ-આર્મીમેન)ની કોન્ટ્રાક્ટ ધોરણે સેવાઓ લેવાની દરખાસ્ત મંજૂરી અર્થે મૂકવામાં આવી હતી. જેમાં આ ભરતી 'આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઈઝેશન' (AWPO) મારફતે DGRના નિયત દર અનુસાર 1 વર્ષના કરાર પર કરવામાં આવશે. દૈનિક 1824.41 લેખે એક એક્સ-આર્મીમેનનો માસિક ખર્ચ અંદાજે રૂ. 47,434 થશે, જ્યારે 120 પૂર્વ સૈનિકો માટે વાર્ષિક અંદાજે 6.83 કરોડનો ખર્ચ થશે. ડેપ્યુટી કમિશનર રીધેશ રાવલે આપી વિગતો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રીધેશ રાવલે જણાવ્યું હતું કે, એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં કેટલોક સ્ટાફ પૂરતો નથી. ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાફિક સંદર્ભે પીઆઇએલ ચાલે છે ત્યારે દબાણો દૂર કરવાની કામગીરીથી લઈને ટ્રાફિક વ્યવસ્થા સુધી હાઇકોર્ટ સમક્ષ કમિશનરે કામગીરી દર્શાવવાની હોય છે. આથી રોડ પરથી દબાણો દૂર કરવા, શાકભાજી માર્કેટની બહાર ઊભી રહેતી લારીઓને માર્કેટની અંદર રાખવા તેમજ લોકો પે એન્ડ પાર્કિંગની બહાર રોડ પર વાહનો પાર્ક ન કરે તે સુનિશ્ચિત કરવા માટે આ તમામ મોરચે પૂર્વ સૈનિકોની સેવાઓ લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ટેક્સટાઇલ માર્કેટો પર પાલિકાનો સપાટો:રાજ અને સાલાસર માર્કેટમાં ગેરકાયદે બાંધકામો તોડી પડાયા, ₹60,000નો દંડ
    Next Article
    વાપીમાં પેટ્રોલપંપ મેનેજરને જેલની ધમકી આપનાર કથિત પત્રકાર સામે FIR:ભેળસેળયુક્ત પેટ્રોલનો ખોટો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા માંગ્યાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment