Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ટેક્સટાઇલ માર્કેટો પર પાલિકાનો સપાટો:રાજ અને સાલાસર માર્કેટમાં ગેરકાયદે બાંધકામો તોડી પડાયા, ₹60,000નો દંડ

    1 day ago

    સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ (લીંબાયત) ઝોન વિસ્તારમાં બિનઅધિકૃત બાંધકામો અને જાહેર માર્ગો પરના દબાણો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તારીખ 24/09/2026 ના રોજ પાલિકાના ડિમોલિશન સેલ દ્વારા ટી.પી. સ્કીમ નંબર 19 (પરવટ-મગોબ) વિસ્તારમાં આવેલી કાપડ બજારોમાં મંજૂર પ્લાન વિરુદ્ધ થયેલા બાંધકામો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવ્યા હતા. રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં 800 ચો.ફૂટ પેસેજ તોડી પડાયો વિસ્તારની વિગતો મુજબ, ફાઈનલ પ્લોટ નંબર 69 માં આવેલી રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં મિલકતદારો અને વહીવટકર્તાઓ દ્વારા મંજૂર પ્લાન સિવાય પેસેજ કવર કરીને ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. આ અનધિકૃત બાંધકામ દૂર કરવા માટે પાલિકા દ્વારા તારીખ 29/05/2026 અને તારીખ 10/06/2026 ના રોજ નોટિસો ફટકારવામાં આવી હતી. નોટિસ છતાં કોઈ સંતોષકારક પગલાં ન લેવાતા, તંત્ર દ્વારા સપાટો બોલાવી બીજા માળે કવર કરવામાં આવેલો આશરે 800.00 ચોરસ ફૂટ જેટલો પેસેજ તોડી પાડીને ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ સાથે નિયમભંગ બદલ રૂપિયા 60,000/- નો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. સાલાસર માર્કેટના ટેરેસ પર ગેરકાયદે શેડ બનાવ્યો હતો આ ઉપરાંત, આ જ ટી.પી. સ્કીમના ફાઈનલ પ્લોટ નંબર 50/B માં આવેલી સાલાસર ટેક્ષટાઈલ માર્કેટમાં પણ ટેરેસ ઉપર મંજૂરી વગર પતરાનો મોટો શેડ બનાવી દેવાયો હતો. તંત્ર દ્વારા તારીખ 18/09/2026 ના રોજ આ ગેરકાયદે શેડ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. પાલિકાના કડક વલણને જોતા આખરે મિલકતદારોએ તારીખ 24/09/2026 ના રોજ ટેરેસ પરનો પતરાનો શેડ સ્વેચ્છાએ તોડી પાડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. કબૂતર સર્કલથી ડુંભાલ ફાયર સ્ટેશન સુધી રસ્તો ક્લિયર માર્કેટોમાં ડિમોલિશનની સાથે સાથે જાહેર જનતાની સુવિધા માટે રસ્તા પરના દબાણો હટાવવાની સઘન ઝુંબેશ પણ હાથ ધરાઈ હતી. જેમાં કબૂતર સર્કલથી ડુંભાલ ફાયર સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર ગેરકાયદે અડિંગો જમાવી બેઠેલા પાથરણાવાળાઓ અને લારી-ગલ્લાઓના દબાણો હટાવીને સમગ્ર રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગાઝામાં 2 બોરી લોટના બદલામાં દીકરીના લગ્ન:UN અહેવાલ- બળાત્કાર પીડિતાઓના આરોપીઓ સાથે લગ્ન, બાળલગ્નોમાં 123% વધારો
    Next Article
    કમિશનરની કામગીરી બતાવવા માટે 6.83 કરોડનો ખર્ચ થશે:લોકો પે એન્ડ પાર્કિંગમાં વાહન મૂકે અને દબાણો દૂર કરવા 120 પૂર્વ સૈનિકોની ભરતી કરવા ભાજપની મંજૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment