Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "અમે ખાડામાં પડીએ છીએ, નેતાઓ ભજીયા પાર્ટી કરે":સ્માર્ટ સિટીના દાવા પોકળ, ગટર-રોડના કામમાં ગોકળગાય ગતિથી 6800થી વધુ પરિવારો પરેશાન

    1 day ago

    સોસાયટીઓમાં CC રોડ બનાવવાની મંજૂરી મળ્યાના બે વર્ષ બાદ પણ માત્ર 15 ટકા કામગીરી જ પૂર્ણ થઈ શકી છે. તંત્રની આ ગોકળગાય ગતિને કારણે 6,803 પરિવારો રોજિંદી અવરજવરમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને કૃષ્ણનગર સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મહિલાઓએ આક્ષેપ લગાવ્યો છે કે, એક તરફ પ્રજા ખાડા, કાદવ અને પથ્થરોવાળા રસ્તાઓથી પરેશાન છે ત્યારે બીજી તરફ ટેક્સના પૈસે સત્તાધારી પક્ષના નેતાઓ ઓફિસોમાં બેસીને 'ભજીયા પાર્ટી'ની મજા માણી રહ્યા છે. આ પરિસ્થિતિથી ત્રસ્ત મહિલાઓએ આગામી ચૂંટણીમાં ભાજપને પોતાની સોસાયટીમાંથી એક પણ વોટ ન આપવાની ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે. તહેવારો વીત્યા પણ વાયદાઓ પોકળ સાબિત થયા કૃષ્ણનગર સોસાયટીના ત્રણ વિભાગમાં કુલ 272 પ્લોટ અને 11 ગલીઓ આવેલી છે. સ્થાનિક કૃષ્ણા ભગતના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષથી ગટર લાઈનની કામગીરી બાદ રસ્તા પર માત્ર મોટા પથ્થરો નાખી દેવાયા છે. નવરાત્રી અને ગણેશોત્સવ જેવા તહેવારોમાં રોડ બનાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ કોઈ કામગીરી થઈ નથી અને હવે દિવાળી પણ આવી ગઈ છે. લોકો નિયમિત ટેક્સ ભરે છે છતાં પાલિકામાં 80થી 100 ટકા જેટલી ફરિયાદો નિરાકરણ લાવ્યા વિના જ ક્લોઝ કરી દેવામાં આવે છે. ખરાબ રસ્તાને કારણે વૃદ્ધો ચાલી શકતા નથી અને બાળકો રમી શકતા નથી. ખિસ્સા ખંખેરાયા છતાં અકસ્માતનો ભય કાયમ સોસાયટીના અન્ય રહીશ મયુરી પટેલની ફરિયાદ છે કે, ગટર અને રોડના નામે લોકોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. દરેક ઘર દીઠ 25-25 હજાર રૂપિયાનો ખર્ચ ગટર લાઈનના નામે લોકોના માથે આવ્યો છે. આટલો ખર્ચ કર્યા બાદ પણ રસ્તાઓ પર નાખવામાં આવેલા મોટા પથ્થરોને કારણે વાહનો સ્લીપ થવાના અને અકસ્માત થવાના બનાવો રોજિંદા બની ગયા છે. રોષે ભરાયેલી મહિલાઓએ સીધી ચીમકી આપી છે કે, જો આ પથ્થરો તાત્કાલિક નહીં હટાવાય તો તેઓ જાતે જ આ પથ્થરો ઉંચકીને પાલિકાની કચેરી પર નાખી આવશે. ઈજાઓ અને હોસ્પિટલના ખર્ચાથી લોકોની ધીરજ ખૂટી છેલ્લા 30 વર્ષથી અહીં વસવાટ કરતા રેશ્માબેન પથ્થરવાલાએ જણાવ્યું હતું કે, રોડ બનાવવાના બહાને ગટર લાઈન ઉંચી લેવાતા રસ્તાઓ કીચડવાળા અને ચીકણા થઈ ગયા છે. અનેક લોકો વાહન પરથી કે ચાલતા પડી ગયા છે, જેના કારણે લોકોને હોસ્પિટલના મોટા બિલ ચૂકવવાનો વારો આવ્યો છે. શાસક પક્ષના નેતા ખુદ આ વિસ્તારના કોર્પોરેટર હોવા છતાં લોકોની સમસ્યા જોવા કોઈ ફરક્યું નથી. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની જૂની સમસ્યાનું કોઈ જ કાયમી નિરાકરણ લાવવામાં ન આવતા લોકો તંત્રની કાર્યપ્રણાલીથી કંટાળી ગયા છે. રસ્તા ન હોવાથી દિવાળીની રંગોળીની ખુશી છીનવાઈ સ્થાનિક બોસ્કી દલાલનું કહેવું છે કે, નવરાત્રી પહેલા રોડના કામ પૂરા કરવાના વચનો માત્ર હવામાં જ રહ્યા છે. રિટાયર્ડ અને વડીલો માટે ઘરની બહાર પગ મૂકવો પણ અશક્ય બની ગયો છે કારણ કે મોટા પથ્થરો પર પગ મચકોડાઈ જવાનો ભય રહે છે. રસ્તાની એટલી ખરાબ હાલત છે કે આ વર્ષે દિવાળી પર મહિલાઓ પોતાના ઘરના આંગણે કે સોસાયટીમાં રંગોળી પણ પૂરી શકે તેમ નથી. દાયકાઓથી ઉત્સાહભેર ઉજવાતા તહેવારો આ વર્ષે તંત્રની અણઆવડત અને બેદરકારીનો ભોગ બન્યા છે. મહિલાઓનો એક જ સૂર, કામ નહીં તો વોટ નહીં સ્થાનિકોનો ગુસ્સો હવે ચરમસીમા પર પહોંચી ગયો છે. ચૂંટણી સમયે ઘરે-ઘરે પેજ લઈને વોટ માંગવા આવતા નેતાઓએ હવે લોકોના ઉગ્ર રોષનો સામનો કરવો પડશે. તમામ મહિલાઓએ એકજૂથ થઈને સ્પષ્ટ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તેમની સમસ્યાનો નિકાલ નહીં થાય ત્યાં સુધી તેઓ ભાજપને મત નહીં આપે. તંત્ર અને શાસકો પાસે લોકોની હવે માત્ર એક જ માંગ છે કે કોઈ પણ પ્રકારની બહાનાબાજી વિના સત્વરે રસ્તાઓનું નિર્માણ કરવામાં આવે અને રોજિંદી હાલાકીમાંથી કાયમી મુક્તિ આપવામાં આવે. આ મામલે રાંદેર ઝોનના ડેપ્યુટી કમિશનર મહેશ ચાવડાએ જણાવ્યું હતું કે, ચોમાસા પહેલા ત્યાં ડ્રેનેજનું કામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મેટર નાખવામાં આવ્યું હતું. હવે આ કામ માટે દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલી આપવામાં આવી છે. દરખાસ્ત મંજુર થઈને આવશે એટલે આ સોસાયટીનું કામ ચાલુ કરી દેવામાં આવશે પરંતુ, સાથે જ આ વિસ્તારમાં 77 સોસાયટીના સીસી રોડ ન કામ મંજૂર કરવામાં આવ્યા છે અને ધીરે-ધીરે તે કામ થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    લાયકાત છે પણ નોકરી નહીં:સ્પેશિયલ TET પાસ હજારો બેરોજગારોની વેદના, સરકાર ક્યારે શરૂ કરશે શિક્ષકોની ભરતી?
    Next Article
    SBIએ પંચમહાલની 18 સરકારી શાળાઓને સાધન-સામગ્રી આપી:CSR હેઠળ 30 સીલિંગ ફેન, 8 LED ટીવી અને 7 RO વોટર કૂલર ફાળવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment