Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરિષ્ઠ નાગરિકો માટે વરદાન સાબિત થતી રાષ્ટ્રીય વયોશ્રી યોજના:ગારીયાધાર ખાતે 680 વયોવૃદ્ધોને રૂ.61 લાખથી વધુના સાધન-સહાયનું વિતરણ કરાયું

    1 day ago

    ભારત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” અંતર્ગત તેમજ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમના સહયોગથી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના ઉપસ્થિતિમાં 680 વયોવૃદ્ધ લાભાર્થીઓને રૂપિયા 61 લાખથી વધુના નિઃશુલ્ક સાધન સહાય વિતરણનો કેમ્પ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના એમ.ડી. પટેલ હાઈસ્કૂલ ગારીયાધાર ખાતે યોજાયો હતો. 61 લાખથી વધુના 3752 નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં અનેક જન કલ્યાણકારી યોજનાઓ ધરાતલ પર ઉતરી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ એ સૂત્રને સાર્થક કરતા આ યોજનાઓનો લાભ દેશના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત આજ રોજ ગારીયાધાર તાલુકાના 680 લાભાર્થીઓને રૂપિયા 61 લાખથી વધુના 3752 જેટલાં નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. નિશુલ્ક સાધન સહાયથી મુશ્કેલીઓમાં તેમને રાહત નિશુલ્ક સાધન સહાયથી વયોવૃદ્ધ નાગરિકો સ્વાવલંબી અને આત્મનિર્ભર બને છે એવું કહેતાં મંત્રીએ જણાવ્યું કે આર્થિક તંગીનો સામનો કરતા પરિવારમાં વડીલો તેમની વૃદ્ધાવસ્થામાં સહાયરૂપ થાય તેવા ઉપકરણોની ખરીદી કરી શકતા નથી અને પોતાના સંતાનો પાસે તેની માગણી પણ કરી શકતા નથી એવા સમયે ભારત સરકારની આ રાષ્ટ્રીય વયોશ્રી યોજના તેમનો આધાર બને છે. નિશુલ્ક સાધન સહાયથી તેમની મુશ્કેલીઓમાં તેમને રાહત મળે છે અને તેમનું જીવન સરળ બને છે. સાંસદ ભરત સુતરીયાએ કેન્દ્રીય રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો આ તકે અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ વયોવૃદ્ધ નાગરિકોની જરૂરિયાતોને સમજી તેમની માગણીઓને વાચા આપવા બદલ કેન્દ્રીય રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે માત્ર જિલ્લા કક્ષાએ જ નહીં પરંતુ તાલુકા કક્ષાએ આ પ્રકારે નિશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવું એ ખરેખર સરાહનીય બાબત છે જેના થકી લાભાર્થીઓને ઘરે બેઠા જ તેમનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે જે આનંદની વાત છે. 3752 સહાયક સાધનો લાભાર્થીઓને આપવામાં આવ્યાં ગારીયાધાર ખાતે યોજાયેલા વિતરણ કેમ્પમાં સામાન્ય અને કોમોડ વ્હીલચેર 113, સામાન્ય, ટ્રાયપોડ અને ક્વાડ્રિપોડ ચાલવાની લાકડીઓ 497, શ્રવણયંત્રો 543, બત્રીસી (કૃત્રિમ દાંતના સેટ) 85, કમરના પટ્ટા 538, ઘૂંટણના બ્રેસ 1218, ખભાના બ્રેસ 31, વોકર્સ 108, સીટ કુશન 341, કોમોડ સ્ટૂલ 232, ક્રચ (બગલઘોડી) 4 તથા બેઠક ધરાવતી ચાલવાની લાકડીઓ 42 સહિતના કુલ 3752 સહાયક સાધનો લાભાર્થીઓને આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુજાન સિંહ, નાયબ કલેકટર પાર્થ મિશ્રા ,પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, તાલુકા પંચાયત પ્રમુખ તુલસીભાઈ ડોંડા, ગારીયાધાર નગરપાલિકા પ્રમુખ મીનાબેન બારૈયા, એલિમ્કો ઝોનલ હેડ રમેશચંદ્ર , જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુરેશભાઈ ચૌધરી, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં યુથ વનડે મેચની શ્રેણી 2-0થી ભારતે કબજે કરી:41 ઓવરમાં ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ, ભારતનો 103 રને વિજય; યશવર્ધનની શાનદાર સેન્ચ્યુરી, સહેવાગ ફિફટી ચુક્યો
    Next Article
    સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સંચાલકોએ કલેક્ટર અને DEOને આવેદનપત્ર આપ્યું:FRC, RTE અને શિક્ષણ વિધેયક સહિતની 4 મુખ્ય માગણીઓ રજૂ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment