Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સંચાલકોએ કલેક્ટર અને DEOને આવેદનપત્ર આપ્યું:FRC, RTE અને શિક્ષણ વિધેયક સહિતની 4 મુખ્ય માગણીઓ રજૂ કરાઈ

    1 day ago

    જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાઓને પડતી વિવિધ મુશ્કેલીઓ અને પડતર પ્રશ્નોના ઉકેલ અર્થે કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જૂનાગઢ ખાતે સંચાલકો સામૂહિક રીતે એકત્રિત થઈને કલેક્ટર કચેરી અને ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે શિક્ષણ ક્ષેત્રના હિતમાં અને સંસ્થાઓની સ્વાયત્તતા જાળવવા માટે પોતાની ન્યાયી માગણીઓ સત્તાધીશો સમક્ષ મૂકી હતી. આવેદનપત્ર આપીને સરકાર સમક્ષ ચાર માંગણીઓ રજૂ કરી આ અંગે જૂનાગઢ જિલ્લા સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશન સ્કૂલ્સના પ્રમુખ જી. પી. કાઠીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં 17,000 કરતાં પણ વધુ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ કાર્યરત છે, જેમાં 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવે છે અને 7 લાખથી વધુ શિક્ષકો પોતાની સેવાઓ આપી રહ્યાં છે. રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં એકસાથે આવેદનપત્ર આપીને સરકાર સમક્ષ મુખ્ય ચાર માંગણીઓ રજૂ કરવામાં આવી છે. સ્વતંત્ર રીતે ફી નક્કી કરવાની મંજૂરી મળવી જોઈએ ​પ્રથમ માગણી અંગે વાત કરતાં જી. પી. કાઠીએ જણાવ્યું હતું કે વર્ષ 2017 માં લાવવામાં આવેલા વિધેયક મુજબ પ્રાથમિક શાળા માટે ₹15,000, હાઈસ્કૂલ માટે ₹25,000 અને સાયન્સ સ્ટ્રીમ માટે ₹30,000ની ફી મર્યાદા નક્કી કરાઈ હતી. જે શાળાઓ દર વર્ષે 10% કરતાં ઓછો ફી વધારો કરવા માંગતી હોય, તેમને એફિડેવિટ અને પ્રોપોઝલની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ આપીને સ્વતંત્ર રીતે ફી નક્કી કરવાની મંજૂરી મળવી જોઈએ અને તેમણે ડી.ઈ.ઓ.ને માત્ર જાણ કરવાની જ જોગવાઈ હોવી જોઈએ. ​સરકાર દ્વારા દર વર્ષે પ્રતિ બાળક ₹13,560 ચૂકવવામાં આવે છે ​બીજી માગણી RTE યોજના હેઠળના બાળકોની ફી બાબતે રજૂ કરવામાં આવી છે. હાલમાં સરકાર દ્વારા દર વર્ષે પ્રતિ બાળક ₹13,560 ચૂકવવામાં આવે છે. તેના સ્થાને એફ.આર.સી. દ્વારા જે-તે શાળા માટે મંજૂર કરવામાં આવેલી પૂરેપૂરી રકમ, દાખલા તરીકે જો ₹20,000 ફી મંજૂર થઈ હોય તો તે પૂરા ₹20,000 સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માગણી કરાઈ છે. શાળાઓને વારંવારની વહીવટી પ્રક્રિયાઓમાંથી રાહત મળી શકે ​ત્રીજી માગણી વહીવટી અને માહિતીલક્ષી પરિપત્રોના કારણે પડતી મુશ્કેલીઓ સંબંધિત છે. વારંવાર આવતા નવા નવા પરિપત્રોના લીધે શાળાના શૈક્ષણિક કાર્ય અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે એક કોમન પોર્ટલ બનાવવામાં આવે અને ખાનગી શાળાઓ પાસેથી જરૂરી માહિતી જૂન મહિનામાં જ એકસાથે મંગાવી લેવામાં આવે, જેથી શાળાઓને વારંવારની વહીવટી પ્રક્રિયાઓમાંથી રાહત મળી શકે. ગેરકાયદેસર ચાલતી શાળાઓ સામે કાર્યવાહી થાય ​ચોથી માગણી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિધેયક 2026 અંગે રજૂ કરાઈ છે. મંજૂરી વગર કે ગેરકાયદેસર રીતે સ્થળ બદલીને ચાલતી શાળાઓ સામે કાયદેસરની દંડકીય કે સજાની કાર્યવાહી થાય અથવા ધોરણ 9 થી 12 માં માત્ર B.A. B.Ed. કે M.A. B.Ed. જેવી યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો જ ભણાવે તે નિયમો સામે સંચાલકોને કોઈ વાંધો નથી. પરંતુ આ વિધેયક દ્વારા શાળાઓની સ્વાયત્તતા અને સ્વતંત્રતા પર જે હસ્તક્ષેપ થઈ રહ્યો છે તે અટકવો જોઈએ અને શાળાઓને તેમના સામાન્ય વહીવટ મુજબ સ્વતંત્ર રીતે ચાલવા દેવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    વરિષ્ઠ નાગરિકો માટે વરદાન સાબિત થતી રાષ્ટ્રીય વયોશ્રી યોજના:ગારીયાધાર ખાતે 680 વયોવૃદ્ધોને રૂ.61 લાખથી વધુના સાધન-સહાયનું વિતરણ કરાયું
    Next Article
    Travis Hunter's Wife Questions Jaguars' Strategy After Broncos' Loss

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment