Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં યુથ વનડે મેચની શ્રેણી 2-0થી ભારતે કબજે કરી:41 ઓવરમાં ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ, ભારતનો 103 રને વિજય; યશવર્ધનની શાનદાર સેન્ચ્યુરી, સહેવાગ ફિફટી ચુક્યો

    1 day ago

    રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહરલ યુથ ટુર્નામેન્ટ એટલે અંડર 19 મેચમાં 3 મેચની શ્રેણીમાં આજે બીજી વનડેમાં ભારતે જીત મેળવી 2-0થી શ્રેણી કબજે કરી છે. ભારતે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટ ગુમાવી 341 રન ફટકારી ઓસ્ટ્રેલિયાને 238 રનમાં ઓલઆઉટ કરી 103 રને જીત મેળવી છે, જેમાં યશવર્ધન ચૌહાણએ 100 બોલમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગા મદદથી 122 રન બનાવ્યા હતા અને 8 ઓવરમાં 56 રન આપી બે વિકેટ મેળવતા મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આર્યવીર સહેવાગ રનઆઉટ થતા પોતાની કરિયરની પ્રથમ ફિફટી થતા ચુકી ગયો હતો જેમાં તેને 48 બોલમાં 47 રન બનાવ્યા હતા. ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 341 રન બનાવ્યા રાજકોટ જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર 19 વનડે મેચની શ્રેણીનો આજે બીજો મેચ શરૂ થયો છે. જેમાં ભારતે પ્રથમ બેટિંગ કરી 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 341 રન બનાવ્યા છે અને ઓસ્ટ્રેલિયાને 342 રનનો ટાર્ગેટ આપ્યો છે. આજે પ્રથમ ઇનિંગમાં ભારત તરફથી યશવર્ધન ચૌહાણએ 100 બોલમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગા મદદથી 122 રન, વી કે વિનિથએ 92 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા મદદથી 87 રન, આર્યવીર સહેવાગે 48 બોલમાં 9 ચોગ્ગા ફટકારી 47 રન બનાવ્યા હતા જો કે રન આઉટ થઇ જતા આર્યવીર પોતાના કરિયરની પ્રથમ ફિફટી માત્ર 3 રને ચુકી ગયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 41.1 ઓવરમાં 238 રનમાં ઓલઆઉટ ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન જેક ઝોસ્નેક અને મેથ્યુ લોફે મજબૂત શરૂઆત અપાવી હતી, જેમાં લોફે 40 બોલમાં 42 રન, જ્યારે ઝોસ્નેકે 63 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 81 રન ફટકાર્યા હતા. જ્યારે ટીમનો સ્કોર 3 વિકેટે 72 રન હતો, ત્યારે તેમની વચ્ચેની 99 રનની ભાગીદારીએ ઓસ્ટ્રેલિયાને થોડા સમય માટે સ્પર્ધામાં લાવી દીધું હતું. જો કે આ પછી 27મી ઓવરમાં કાવ્ય પટેલએ ઝોસ્નેકની વિકેટ મેળવતા તેમનો રન-ચેઝ તૂટી ગયો હતો. બ્લેક કેટલે 46 બોલમાં 44 રન બનાવ્યા, પરંતુ તેની આસપાસ વિકેટો પડતી રહી અને ઓસ્ટ્રેલિયાની ટીમ 41.1 ઓવરમાં 238 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ છેલ્લે માત્ર 38 રનમાં ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની છેલ્લી 6 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0 થી જીત મેળવી શ્રેણી કબજે કરી ભારતના બોલરોએ ઓસ્ટ્રેલિયન ખેલાડીને પેવેલિયન તરફ ધકેલી તેમાં ચિગુરુપતિ વેંકટા 64 રનમાં 3 વિકેટ ઝડપી હતી, જ્યારે યશવર્ધન ચૌહાણે 56 રનમાં 2 વિકેટ કાવ્ય પટેલએ 7 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી અને મોહિત ઉલ્વાએ સાત ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. આમ ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0 થી જીત મેળવી શ્રેણી કબજે કરી છે અને હવે આગામી 23 તારીખે 3-0થી જીતવા ટિમ મેદાને ઉતરશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ટેમ્પોની ટક્કરે સગીરનું મોત:શેલા રોડ પર અડફેટે લેતા ઘટનાસ્થળે જ જીવ ગયો, પોલીસ તપાસ શરૂ
    Next Article
    વરિષ્ઠ નાગરિકો માટે વરદાન સાબિત થતી રાષ્ટ્રીય વયોશ્રી યોજના:ગારીયાધાર ખાતે 680 વયોવૃદ્ધોને રૂ.61 લાખથી વધુના સાધન-સહાયનું વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment