Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    68 GAS અધિકારીઓની બદલી અને બઢતી:મહાનગરપાલિકાથી લઈ કલેકટર કચેરી સુધી અધિકારીઓ બદલાયા, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    2 weeks ago

    રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ગુજરાત પ્રશાસકીય સેવા (GAS)ના અધિકારીઓમાં મોટાપાયે બઢતી અને બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. 1 જૂન, 2026ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ કુલ 68 અધિકારીઓને નવી નિમણૂક આપવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ, મહાનગરપાલિકાઓ, વિકાસ એજન્સીઓ તેમજ ગાંધીનગર સ્થિત મહત્વના વિભાગોમાં આ ફેરબદલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં સિલેક્શન સ્કેલ અને સિનિયર સ્કેલના અનેક અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. વડોદરા, ગાંધીનગર, સુરત, ભરૂચ, નવસારી, કચ્છ, મહેસાણા, આણંદ સહિતના જિલ્લાઓમાં નિવાસી અધિક કલેક્ટર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર, સ્ટેમ્પ્સ અને રજીસ્ટ્રેશન વિભાગના અધિકારીઓ સહિતના હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે. નોટિફિકેશન મુજબ ડૉ. બી.એસ. પ્રજાપતિને વડોદરાના અધિક કલેક્ટર તરીકે, જે.કે. જેગોડાને ગાંધીનગરમાં ભૂસ્તરશાસ્ત્ર અને ખનન કમિશનર કચેરીમાં અધિક નિયામક તરીકે તેમજ વાય.બી. ઝાલાને અધિક ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા એમ.એમ. જોશીની ગુજરાત વોટર સપ્લાય એન્ડ સ્યુએરેજ બોર્ડ (GWSSB)માં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ડી.એન. રાંકને મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક કલેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક નવા હોદ્દાઓ (De-Novo Post) પણ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં સુરત અને ગાંધીનગરમાં અધિક કલેક્ટરના નવા હોદ્દા પર નિમણૂકોનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી જિલ્લા અને રાજ્ય કક્ષાના વહીવટી તંત્રમાં નવી કાર્યશૈલી અને જવાબદારીઓ સાથે કામગીરીને વધુ ગતિ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તમામ બઢતી અને બદલીના આદેશો તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીના 12 વર્ષના કાર્યકાળની પૂર્ણાહુતિ નિમિત્તે વિવિધ લોકકલ્યાણ કાર્યક્રમો:આયોજનના ભાગરૂપે માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
    Next Article
    BPL સીઝન-2ની ધમાકેદાર શરૂઆત:એલેમ્બિક વોરિયર્સનો 19 રને વિજય, સફવાન પટેલની 5 વિકેટ સાથે ધારદાર બોલિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment