Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BPL સીઝન-2ની ધમાકેદાર શરૂઆત:એલેમ્બિક વોરિયર્સનો 19 રને વિજય, સફવાન પટેલની 5 વિકેટ સાથે ધારદાર બોલિંગ

    2 weeks ago

    બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ના કોટાંબી સ્ટેડિયમ ખાતે આજે બરોડા પ્રીમિયર લીગ (BPL) સીઝન-૨નો રંગેચંગે પ્રારંભ થયો છે. લીગની પ્રથમ હાઈવોલ્ટેજ મેચમાં એલેમ્બિક વોરિયર્સ અને પૃથ્વી પેન્થર્સ સામસામે ટકરાયા હતા. જેમાં એલેમ્બિક વોરિયર્સે ઓલરાઉન્ડ પ્રદર્શનના જોરે પૃથ્વી પેન્થર્સને ૧૯ રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી છે. કેન્યા ક્રિકેટના પ્રમુખની વિશેષ ઉપસ્થિતિ અને રાષ્ટ્રગાન સાથે પ્રારંભ મેચની શરૂઆત બંને ટીમોના ખેલાડીઓની હાજરીમાં રાષ્ટ્રગાન સાથે અત્યંત ગરિમાપૂર્ણ માહોલમાં થઈ હતી. આ ઓપનિંગ મેચમાં કેન્યા ક્રિકેટના પ્રમુખ ભાવેશ ગોહિલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પૃથ્વી પેન્થર્સના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને એલેમ્બિક વોરિયર્સને બેટિંગ માટે આમંત્રિત કર્યું હતું. કેપ્ટન નિનાદ રાઠવાની તોફાની ફિફ્ટી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી એલેમ્બિક વોરિયર્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 168 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. ટીમ વતી કેપ્ટન નિનાદ રાઠવાએ મોખરે રહીને કેપ્ટન ઇનિંગ્સ રમી હતી. તેમણે માત્ર 28 બોલમાં 6 ગગનચુંબી છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી અણનમ 56 રનની તોફાની ઇનિંગ્સ ફટકારી હતી. આ ઉપરાંત આયુષ રાજગોરે 27 રન અને અનંત ભારદ્વાજે 25 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. સફવાન પટેલની કાતિલ બોલિંગ સામે પૃથ્વી પેન્થર્સ ઘૂંટણિયે 169 રનના પડકારજનક લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પૃથ્વી પેન્થર્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 149 રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી પ્રેયાંશ મોવલિયાએ 41 બોલમાં અણનમ 50 રનની લડાયક ઇનિંગ્સ રમીને ટીમને જીતાડવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ સામે છેડેથી મજબૂત સપોર્ટ મળ્યો ન હતો. અન્ય ખેલાડીઓમાં નારાયણ કાવડિયાએ 28 રન અને નિત્ય પંડ્યાએ 22 રન નોંધાવ્યા હતા. એલેમ્બિક વોરિયર્સની જીતનો અસલી હીરો બોલર સફવાન પટેલ રહ્યો હતો. તેમણે પોતાની સ્પેલની ૪ ઓવરમાં માત્ર ૨handler૫ રન આપીને પૃથ્વી પેન્થર્સના ૫ મુખ્ય બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. મેચના એવોર્ડ્સ વિજેતા: સફવાન પટેલ: 'મેન ઓફ ધ મેચ', 'બેસ્ટ બોલર' અને 'ગ્રીન ડોટ એવોર્ડ' નિનાદ રાઠવા: 'બેસ્ટ સ્ટ્રાઈકર એવોર્ડ' (28 બોલમાં અણનમ 56 રન) કોટાંબી સ્ટેડિયમ ખાતે હાજર હજારો ક્રિકેટપ્રેમીઓએ મેચની દરેક ક્ષણને ચિયર્સ કરી હતી અને ચોગ્ગા-છગ્ગાની આતશબાજી વચ્ચે અનોખો રોમાંચક માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    68 GAS અધિકારીઓની બદલી અને બઢતી:મહાનગરપાલિકાથી લઈ કલેકટર કચેરી સુધી અધિકારીઓ બદલાયા, જુઓ સંપૂર્ણ લિસ્ટ
    Next Article
    ગોધરામાં હોટલ માલિક પર ચાર શખ્સોનો હુમલો:ઘટના CCTVમાં કેદ, જાનથી મારી નાખવાની ધમકી; પોલીસે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment