Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના 12 વર્ષના કાર્યકાળની પૂર્ણાહુતિ નિમિત્તે વિવિધ લોકકલ્યાણ કાર્યક્રમો:આયોજનના ભાગરૂપે માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

    2 weeks ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળની પૂર્ણાહુતિ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં વિવિધ લોકકલ્યાણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો 5 જૂન, 2026 (વિશ્વ પર્યાવરણ દિવસ) થી 21 જૂન, 2026 (વિશ્વ યોગ દિવસ) દરમિયાન યોજાશે. આ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા એક બેઠક યોજાઈ હતી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પંચમહાલ જિલ્લાના નાગરિકો, લોકપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમાજના વિવિધ વર્ગોને વિકાસની પ્રક્રિયામાં સક્રિયપણે જોડવાનો છે. કાર્યક્રમોના સુચારુ આયોજન અને સંકલન માટે જિલ્લા કલેક્ટર દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ કાર્યક્રમોમાં સરકારના વિવિધ વિભાગોના આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના પ્રોજેક્ટો, વિકાસલક્ષી કાર્યો, પ્રવાસન સ્થળો, યાત્રાધામો, શૈક્ષણિક સંસ્થાઓ અને સહકારી પ્રવૃત્તિઓ આધારિત કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ આયોજનના અમલીકરણ માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ કાર્યક્રમો અંતર્ગત સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપતી પ્રગતિપથ યાત્રા યોજાશે. આ ઉપરાંત, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિર, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા તેમજ વિશ્વ યોગ દિવસ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. દરેક કાર્યક્રમ માટે અલગથી નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છે. કલેક્ટરે આ તમામ કાર્યક્રમોના સુચારુ આયોજન અને અમલીકરણ માટે અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ સહિતના અધિકારીઓ કલેક્ટર કચેરી ખાતે અને અન્ય અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ પોલીસે બે અલગ-અલગ ગુનાના વોન્ટેડ આરોપી ઝડપ્યા:LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે આંતરરાજ્ય વોન્ટેડ સહિત બેને દબોચ્યા
    Next Article
    68 GAS અધિકારીઓની બદલી અને બઢતી:મહાનગરપાલિકાથી લઈ કલેકટર કચેરી સુધી અધિકારીઓ બદલાયા, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment