Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે રૂ.68 લાખની છેતરપિંડી:8 વર્ષથી પરીકગીત બંગાળી કારીગરને બે વર્ષમાં 467 ગ્રામ સોનું પાલીસ કરવા આપ્યું હતું

    7 hours ago

    રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે રૂ.68.79 લાખની છેતરપિંડી થયા અંગે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સોની વેપારી દ્વારા છેલ્લા 8 વર્ષથી પરિચિત બંગાળી કારીગરને છેલ્લા બે વર્ષમાં પાલીસ કરવા માટે 467 ગ્રામથી વધુ 22 કેરેટ સોનું આપ્યું હતું જે પરત ન કરતા વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. “મોમાઇ ગો” નામની દુકાનમાં બેસી સોનીકામ કરૂં છું બિમલભાઇ ચલ્લા નામના સોની વેપારીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાથીખાના મેઇન રોડ ઉપર ગોલ્ડ સુક બિલ્ડીંગમા “મોમાઇ ગો” નામની સોની કામની દુકાન છે, ત્યાં બેસી સોનીકામ કરૂં છું. સોનાના દાગીના પાલીસ કરવા રજકોટ સોની બજાર સવજીભાઇની શેરીમા આવેલ જે.પી.ટાવરમા ત્રીજા માળે "અલી ગો" નામની દુકાન એસ.કે. ઓસ્માન અલી મુથુર અલી શેખને આપું છું. તેમને હું સાત આઠ વર્ષોથી ઓળખું છું. 22 કેરેટના દાગીના પાલીસ કામ માટે આપ્યા હતા ઓસ્માન અલીને વર્ષ 2025મા કટકે કટકે કૂલ 467.390 ગ્રામ સોનાના દાગીના 22 કેરેટના પાલીસ કામ કરવા માટે આપ્યા હતા જેની હાલની બજાર કિંમત રૂપિયા 68,79,980 થાય છે જે સોનુ મારે તેની પાસેથી લેવાનુ હતું અને મારે મારા ધંધામા જરૂરીયાત હોય જેથી મે એસ.કે. ઓસ્માન અલી પાસે મારે લેવાનુ બાકી સોનુ માગતા થોડા સમયમા આપી દઈશ તેવા ખોટા બહાના કાઢતો હતો પરંતુ આજદિન સુધી પરત આપ્યું નથી. તમારું સોનું પરત આપી દઈશ કહીં હજુ સુધી આપ્યું નથી બે મહીના પહેલા ફરી વખત મારૂ ઘંઘાકીય સોનુ માગતા મને કહ્યું કે હુ મારા વતન બંગાળ જાવ છું ત્યાંથી પરત આવી તમને તમારું સોનું પરત આપી દઈશ તેવું કહી આજથી આશરે બે મહીના પહેલા તેના વતન કોલકતા ખાતે જતો રહ્યો છે અને પરત આવ્યો નથી અને મારૂં સોનું પણ મને પરત આપ્યું નથી. હાલ બનાવ અંગે ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પ્લાસ્ટિક બાદ હવે કપડાંના પ્રદૂષણ પર હાઇકોર્ટનું ફોકસ:જૂનાં કપડાં રિસાઇકલ અને પ્લાસ્ટિક પ્રદૂષણ નાથવા AMCને સૂચન, હાઈકોર્ટે દિલ્હી મોડલ તપાસવા કહ્યું
    Next Article
    શનિવારનું રાશિફળ:મેષ, મકર સહિત 6 રાશિના સફળતાના દ્વાર ખુલશે, કુંભ રાશિએ રોકાણ સંબંધિત પ્રવૃત્તિમાં સાવધાની રાખવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment