Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાપાનમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ:શોપિંગ મોલ ધરાશાયી, 50થી વધુ લોકો ફસાયા; 1.5 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા

    12 hours ago

    જાપાનના દક્ષિણી કુમામોટો પ્રાંતમાં મંગળવારે 6.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. તીવ્ર આંચકા બાદ કાશિમા શહેરમાં સ્થિત એક શોપિંગ મોલનો બીજો માળ ધરાશાયી થઈ ગયો, જેનાથી 50થી વધુ લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. પ્રારંભિક માહિતી મુજબ અનેક લોકો ઘાયલ થયા છે. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સી (JMA)ના જણાવ્યા અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સાંજે 4:27 વાગ્યે આવ્યો હતો. એનું કેન્દ્ર જમીનથી લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, પરંતુ લગભગ એક કલાક પછી તેને પાછી ખેંચી લેવામાં આવી હતી. ભૂકંપ બાદ વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે ક્યુશુ દ્વીપના 1.5 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો અને રાહત શિબિરોમાં જવાનો નિર્દેશ આપ્યો છે. રાષ્ટ્રીય પ્રસારક NHKની તસવીરોમાં અનેક રસ્તાઓ અને પુલોમાં તિરાડો, ઈમારતોમાં આગ અને અન્ય નુકસાન દેખાઈ રહ્યું છે. સરકારે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવી દીધી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે. ભૂકંપને લગતા ફુટેજ… જાપાન ભૂકંપ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર નજર કરો…
    Click here to Read More
    Previous Article
    હિન્દુ-મુસ્લિમનો મુદ્દો સની દેઓલ શાંત પાડશે!:'બટવારા 1947'નું એક્શનફુલ ટ્રેલર રિલીઝ, ભારત-પાકિસ્તાનના ભાગલાની કહાની રૂવાંડા ઊભા કરશે
    Next Article
    'માય ભારત' પોર્ટલ પર યુવાનોને જોડાવા કલેક્ટરનો અનુરોધ:યુવાનોમાં વ્યક્તિત્વ અને નેતૃત્વના ગુણો વિકસાવવા જિલ્લા સમિતિની બેઠક

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment