Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિન્દુ-મુસ્લિમનો મુદ્દો સની દેઓલ શાંત પાડશે!:'બટવારા 1947'નું એક્શનફુલ ટ્રેલર રિલીઝ, ભારત-પાકિસ્તાનના ભાગલાની કહાની રૂવાંડા ઊભા કરશે

    8 hours ago

    આઝાદીના 79 વર્ષ પછી સની દેઓલ અને રાજકુમાર સંતોષી ભારત-પાકિસ્તાનના ભાગલા પર ફિલ્મ લઈને આવ્યા છે. પાર્ટીશનની હિંસા અને પીડાને દર્શાવતી ફિલ્મ 'બટવારા 1947'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન દિવંગત પિતા ધર્મેન્દ્રને યાદ કરીને સની દેઓલ રડી પડ્યો હતો. આઝાદીની ખુશી, ભાગલાની પીડા ટ્રેલરની શરૂઆત વર્ષો સુધી અંગ્રેજોના દમનકારી શાસનમાંથી દેશને આઝાદી મળી હોવાના શુભ સમાચાર સાથે થાય છે. પણ આ સમાચાર ક્ષણભર માટેની ખુશી આપીને જતાં રહે છે. આઝાદી મળ્યા બાદની હિંસા, એકબીજાથી છૂટા પડવાની પીડા, દેશને છોડીને પરદેશમાં વસવાની વિવશતા જોઈને સની દેઓલ આઘાત પામે છે. સની દેઓલ, તેની પત્ની (પ્રીટિ ઝિંટા), દીકરી અને દીકરો (કરણ દેઓલ) પાકિસ્તાનમાં વસવા મજબૂર થાય છે. પાકિસ્તાનમાં તેમને નવું ઘર ફાળવવામાં આવે છે. પરંતુ નવા ઘરમાં પ્રવેશતાં જ તેઓ સ્તબ્ધ થઈ જાય છે. સની દેઓલને ફાળવેલું ઘર એક વૃદ્ધ હિન્દુ મહિલા (શબાના આઝમી)નું હોય છે, જેઓ ઘર છોડવાની ના પાડે છે. 'માતાનો કોઈ ધર્મ નથી હોતો, દરેક વ્યક્તિનો પહેલો ધર્મ જ મા છે' બીજી તરફ પાકિસ્તાનમાં લોકો તેમને ઘરમાંથી બહાર કાઢવા માટે દબાણ કરે છે. આ સમયે સની દેઓલ અને તેનો પરિવાર શબાના આઝમીની ઢાલ બનીને ઊભા રહે છે. જ્યારે લોકો તેને પૂછે છે કે, તે એક હિન્દુ મહિલાને બચાવવા માટે આટલો સંઘર્ષ કેમ કરી રહ્યો છે, ત્યારે તે કહે છે, 'હિન્દુ ઓરત? વો મા હે મા. મા કો હિન્દુ-મુસ્લિમ મેં ના બાંટિયે. મા અપને આપ મેં એક મઝહબ (ધર્મ) હે, હર ઇન્સાન કા પહેલા મઝહબ મા હે. હર ઇન્સાન કે મુહ સે નિકલા પહેલા લબ્ઝ (શબ્દ) મા હે (હિન્દુ સ્ત્રી? તે મા છે, મા! માને હિન્દુ-મુસ્લિમમાં ન વહેંચો. મા પોતે જ એક ધર્મ છે. દરેક માણસનો પહેલો ધર્મ મા છે. દરેક માણસના મોંમાંથી નીકળેલો પહેલો શબ્દ મા છે). પિતાને યાદ કરી સની દેઓલ ભાંગી પડ્યો ફિલ્મ 'બટવારા 1947'ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ દિવંગત એક્ટર ધર્મેન્દ્ર પર વાત કરી, જેને સાંભળીને સની દેઓલની આંખોમાં આંસુ આવી ગયા. સંતોષીએ કહ્યું કે, 'ધર્મેન્દ્રજીએ છેલ્લી ફિલ્મ પણ 'બટવારા' જોઈ હતી. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મ હિટ થશે.' મુંબઈમાં આયોજિત આ ઇવેન્ટમાં શબાના આઝમી, સની દેઓલ, કરણ દેઓલ અને ફિલ્મના બાકીના કલાકારો એકસાથે જોવા મળ્યા. ઇવેન્ટ દરમિયાન શબાના આઝમીએ શૂટિંગ સાથે જોડાયેલો એક અત્યંત ભાવુક કિસ્સો શેર કર્યો. શબાના આઝમીએ જણાવ્યું કે, એક મુશ્કેલ સીન દરમિયાન સનીએ એક દીકરાની જેમ તેમની મદદ કરી. જ્યારે સની દેઓલે કહ્યું કે, આ ફિલ્મ દુનિયાની દરેક માતાને સમર્પિત છે. 'અપમાનિત અનુભવાયું, સની દીકરાની જેમ સામે આવ્યા' શબાના આઝમીએ ટ્રેલર લોન્ચ પર ફિલ્મના એક મુશ્કેલ સીનને યાદ કર્યો. તેમણે જણાવ્યું કે, ફિલ્મમાં એક સીન છે જ્યાં વિલન તેમને ઘસડે છે અને તેમનો કુર્તો ફાડી નાખે છે. શબાનાએ કહ્યું, 'એક માણસ તરીકે મેં જિંદગીમાં ક્યારેય આટલું લાચાર અનુભવ્યું ન હતું.' 'પરંતુ જ્યારે સની આવ્યા અને તેમણે મારા પર દુપટ્ટો નાખ્યો, ત્યારે તેઓ વાસ્તવિક જીવનમાં મારા દીકરા અને રક્ષક બની ગયા. મેં તેમને જોરથી ગળે લગાવ્યા. 50 વર્ષની કારકિર્દીમાં કોઈ સહ-અભિનેતાને કારણે આવી સાચી લાગણી અનુભવવી એ મોટી વાત છે.' 'હવે બોબી પણ તૈયાર થઈ જાય' દેઓલ પરિવાર સાથે કામ કરવાના અનુભવ પર શબાના આઝમીએ હસતા હસતા વાત કરી. તેમણે કહ્યું, 'મારી છેલ્લી ફિલ્મ ધર્મેન્દ્રજી સાથે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' હતી.' 'હવે આ ફિલ્મ તેમના દીકરા સની અને પૌત્ર કરણ સાથે આવી રહી છે. હું અભય સાથે પણ એક ફિલ્મ કરી શકું છું. હવે તમે લોકો બોબીને કહો કે તેઓ પણ મારી સાથે કામ કરવા માટે તૈયાર થઈ જાય.' શબાનાના આ નિવેદન પર ઇવેન્ટમાં હાજર બધા લોકો હસી પડ્યા. મા-દીકરાના સંબંધો અને ભાવનાઓ પર આધારિત છે વાર્તા ઇવેન્ટમાં વાત કરતી વખતે સની દેઓલ ખૂબ જ ભાવુક દેખાયો. તેણે કહ્યું કે, આ ફિલ્મ મા અને દીકરાના સંબંધોની સુંદરતા દર્શાવે છે. ફિલ્મ જોયા પછી દરેક વ્યક્તિ પોતાની માતાને વધુ પ્રેમ કરવા લાગશે. સનીએ જણાવ્યું કે, તેણે તાજેતરમાં જ પોતાની માતા પ્રકાશ કૌર સાથે એક ફોટો શેર કરીને આ ફિલ્મ દુનિયાની દરેક માતાના બલિદાનને સમર્પિત કરી છે. ગઈકાલે માતાને યાદ કરીને ભાવુક થયો હતો સની દેઓલે પોતાની આગામી ફિલ્મ 'બટવારા 1947' પોતાની માતા પ્રકાશ કૌરને સમર્પિત કરી. ફિલ્મના ટ્રેલર રિલીઝના એક દિવસ પહેલા તેણે માતા સાથે તસવીર શેર કરીને ભાવનાત્મક પોસ્ટ લખી હતી. સની દેઓલ અને ડિરેક્ટર રાજકુમાર સંતોષીની જોડી 30 વર્ષ પછી ફિલ્મ 'બટવારા 1947' દ્વારા વાપસી કરી રહી છે. આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર આવતીકાલે સામે આવવાનું છે. આ પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ ફિલ્મને કોઈપણ કટ વિના 'A' સર્ટિફિકેટ આપ્યું છે. ફિલ્મને માતાને સમર્પિત કરી ટ્રેલર રિલીઝ પહેલાં સની દેઓલે તેની માતા પ્રકાશ કૌર સાથે એક અજાણી તસવીર શેર કરી. માતાને પોતાની સૌથી મોટી તાકાત અને સહારો ગણાવતા તેણે એક ભાવુક સંદેશ લખ્યો. સનીએ કહ્યું, 'મારી માતા જ મારા ભગવાન છે. મારો પ્રેમ, મારો ઉત્સાહ, મારી તાકાત. 'બટવારા 1947' હું મારી માતા અને દુનિયાની દરેક માતાને સમર્પિત કરું છું.' કોઈપણ કટ વિના સેન્સર બોર્ડ તરફથી 'A' સર્ટિફિકેટ મળ્યું ફિલ્મ 'બટવારા 1947'ને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. CBFCએ કોઈ પણ સીન કે ડાયલોગ કાપ્યા વિના ફિલ્મને 'A' સર્ટિફિકેટ આપ્યું છે. આના પર ખુશી વ્યક્ત કરતા સની દેઓલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'સેન્સર બોર્ડે માનવતા અને પ્રેમની આ વાર્તાને કોઈપણ કટ વિના પાસ કરી છે.' તેણે દર્શકોને અપીલ કરી કે 14 ઓગસ્ટે પાર્ટીશન ડેના અવસરે લોકો આ ફિલ્મને સિનેમાઘરોમાં જઈને જરૂર જુએ. 30 વર્ષ પછી સની અને રાજકુમારની જોડી ફરી સાથે આવી 'ઘાયલ', 'દામિની' અને 'ઘાતક' જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા પછી રાજકુમાર સંતોષી અને સની દેઓલ લગભગ 30 વર્ષ પછી ફરીથી સાથે કામ કરી રહ્યા છે. ભારતના વિભાજનના સમયગાળા પર આધારિત આ ફિલ્મ એક ઐતિહાસિક ડ્રામા છે. ફિલ્મનું નિર્માણ આમિર ખાન અને અપર્ણા પુરોહિતે કર્યું છે. ફિલ્મનું સંગીત ઓસ્કર વિજેતા એ. આર. રહેમાને તૈયાર કર્યું છે, જ્યારે તેના ગીતો જાવેદ અખ્તરે લખ્યા છે. શબાના આઝમી-પ્રીતિ ઝિન્ટા સહિત જોવા મળશે મોટી સ્ટારકાસ્ટ 'બટવારા 1947'માં વિભાજનની પીડા અને તેનાથી જોડાયેલા માનવીય સંબંધોને નજીકથી દર્શાવવામાં આવશે. ફિલ્મમાં સની દેઓલ સાથે શબાના આઝમી, પ્રીતિ ઝિન્ટા, કરણ દેઓલ, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મના પોસ્ટર્સ અને પહેલાં રિલીઝ કરાયેલા બે ટીઝરમાં આ ઇમોશનલ વાર્તાની ઝલક પહેલાં જ બતાવવામાં આવી ચૂકી છે.
    Click here to Read More
    Previous Article
    स्वाति मालीवाल ने AAP aur CJP पर किया चौंकाने वाला दावा?Punjab Education Minister Harjot Singh Bains
    Next Article
    જાપાનમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ:શોપિંગ મોલ ધરાશાયી, 50થી વધુ લોકો ફસાયા; 1.5 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment