Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'માય ભારત' પોર્ટલ પર યુવાનોને જોડાવા કલેક્ટરનો અનુરોધ:યુવાનોમાં વ્યક્તિત્વ અને નેતૃત્વના ગુણો વિકસાવવા જિલ્લા સમિતિની બેઠક

    10 hours ago

    મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને 'મેરા યુવા ભારત' અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યુવાનોમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિત્વ તથા નેતૃત્વના ગુણો વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને, યુવાનોને સરકારી અને સામાજિક તકો સાથે જોડતા ડિજિટલ પ્લેટફોર્મ 'MY Bharat Portal' પર મહત્તમ નોંધણી કરવા પર ભાર મુકાયો હતો. કલેક્ટર અર્પિત સાગરે શિક્ષણ, રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સહિતના સંબંધિત વિભાગોને 'માય ભારત' પોર્ટલ સાથે વધુમાં વધુ યુવાનોને જોડવા માટે માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. તેમણે આ સઘન નોંધણી ઝુંબેશમાં યુવાનોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. 'MY Bharat Portal' (www.mybharat.gov.in) પર 15 થી 29 વર્ષની વયજૂથના યુવાનો નોંધણી કરાવી શકશે. આ પોર્ટલ દ્વારા યુવાનોને સરકારી અને સામાજિક તકો વિશેની માહિતી નિયમિતપણે મળતી રહેશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સુધાર્થ સહિત અન્ય સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જાપાનમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ:શોપિંગ મોલ ધરાશાયી, 50થી વધુ લોકો ફસાયા; 1.5 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા
    Next Article
    સંતરામપુરના એન્દ્રા ગામે ખેતરમાં અજગર દેખાયો:8 ફૂટ લાંબા અજગરનું વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યૂ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment