Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 66KVનો વીજપોલ ધરાશાયી, LIVE VIDEO:10 વાગ્યા સુધી સૌરાષ્ટ્રમાં ભારે પવન અને કરા સાથે વરસાદનું રેડ એલર્ટ; રાજકોટમાં ભર ઉનાળે 1.5 ઇંચ વરસાદ

    23 hours ago

    રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. ખૂબ જ જોરદાર પવન ફૂંકાવાના કારણે ધૂળ ઉડતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક જગ્યાએ ઝાડ તૂટી પડવાની પણ ઘટના સામે આવી છે. બપોર બાદ રાજકોટ, જામનગર, ખંભાળિયા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટમાં કરાનો વરસાદ પડ્યો છે. તો જામનગરમાં પણ તોફાન જોવા મળી રહ્યું છે. રાજ્યના છુટાછવાયા સ્થળોએ વરસાદ અને તોફાની પવનથી દિવેલા, ઈસબગુલ, વરિયાળી, જીરૂ, કેરી સહિતનાા પાકોને ભારે નુકસાન પહોંચતાં ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે. ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને કરાની ચેતવણી હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 કલાક રાજ્યના અનેક વિસ્તારો 'રેડ એલર્ટ' સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર સહિત દીવમાં આગામી 3 કલાકમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. 15 મીમી પ્રતિ કલાકથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 62થી 87 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે કરા પડવાની અને 60 %થી વધુ વીજળી પડવાની શક્યતા છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી આગામી 3 કલાક માટે ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઉપરાંત, રાજ્યના અન્ય ભાગો જેમ કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સુરત સહિતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના છે. અહીં પવનની ગતિ 41થી 61 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે. આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ કરા પડી શકે છે અને વીજળી પડવાની 30થી 60% શક્યતા છે. આજે 12 કરા સાથેના વરસાદની આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં પણ રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ રહ્યો હતો. સાયકલોનિક સર્ક્યુલેશન, વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. આજે પણ છૂટો છવાયો વરસાદ રહી શકે છે. ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. આજે એટલે કે, 19 માર્ચે કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં કરા સાથે વરસાદ રહી શકે છે. આ અંગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. આવતીકાલે એટલે કે, 20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, કચ્છમાં હળવો વરસાદ રહી શકે છે. 24 કલાક બાદ તાપમાનમા વધારો થઈ શકે છે. આગામી સાત દિવસ તાપમાનમા 4-5 ડિગ્રીનો વધારો થશે.
    Click here to Read More
    Previous Article
    'મિર્ઝાપુરઃ ધ મૂવી'ની રિલીઝ ડેટ જાહેર:કાલીન ભૈયા, મુન્ના ભૈયા, ગુડ્ડુ પંડિતની વાપસી; સિરીઝ કરતા પણ વધુ રોમાંચક હોવાનો મેકર્સનો દાવો
    Next Article
    ડિમોલિશન બાદ ફરી ગેરકાયદે બાંધકામ !:રાજકોટનાં જંગલેશ્વરમાં ફરી બાંધકામો શરૂ, જેઓના મકાનો ડિમોલિશનમાં વધુ તૂટી ગયા છે તેઓ સમારકામ કરતા હોવાનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment