Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મિર્ઝાપુરઃ ધ મૂવી'ની રિલીઝ ડેટ જાહેર:કાલીન ભૈયા, મુન્ના ભૈયા, ગુડ્ડુ પંડિતની વાપસી; સિરીઝ કરતા પણ વધુ રોમાંચક હોવાનો મેકર્સનો દાવો

    12 hours ago

    પૂર્વાંચલના અંડરવર્લ્ડની વાર્તા 'મિર્ઝાપુર: ધ મૂવી' 4 સપ્ટેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આની પુષ્ટિ પ્રાઇમ વીડિયોએ તેના ઇવેન્ટ 'પ્રાઇમ વીડિયો પ્રેઝન્ટ્સ'માં કરી છે. આ કાર્યક્રમમાં મિર્ઝાપુર ફિલ્મની સ્ટારકાસ્ટ સામેલ થઈ હતી. 'મુન્ના ભૈયા'ની વાપસી થશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું મુખ્ય શૂટિંગ ફેબ્રુઆરી 2026માં જ પૂરું થઈ ગયું છે. મૂવીમાં સૌથી વધુ ચર્ચા દિવ્યેન્દુ શર્મા એટલે કે 'મુન્ના ભૈયા'ને લઈને થઈ રહી છે. સિરીઝની બીજી સીઝનમાં પાત્રનું મૃત્યુ બતાવવામાં આવ્યું હોવા છતાં, દિવ્યેન્દુ આ ફિલ્મમાં વાપસી કરી રહ્યો છે. તેના સિવાય પંકજ ત્રિપાઠી ફરી એકવાર અખંડાનંદ 'કાલીન' ત્રિપાઠીના પ્રભાવશાળી પાત્રમાં જોવા મળશે. જ્યારે અલી ફઝલ (ગુડ્ડુ પંડિત), શ્વેતા ત્રિપાઠી (ગોલુ ગુપ્તા) અને અભિષેક બેનર્જી (કમ્પાઉન્ડર) પણ તેના જૂના પાત્રોમાં પાછા ફરશે. ફેબ્રુઆરીમાં પૂરું થયું ફિલ્મનું શૂટિંગ ફિલ્મનું ડિરેક્શન ગુરમીત સિંહે કર્યું છે, જેમણે ઓરિજિનલ સિરીઝના ઘણા મહત્વના એપિસોડ્સ ડિરેક્ટ કર્યા હતા. ફિલ્મને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની કંપની 'એક્સેલ એન્ટરટેઈનમેન્ટ'ના બેનર હેઠળ બનાવવામાં આવી છે. શ્વેતા અને અલીએ કન્ફર્મ કર્યું કે, ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીમાં જ પૂરું થઈ ગયું હતું અને હવે તે પોસ્ટ-પ્રોડક્શન સ્ટેજ પર છે. મેકર્સ તેને મોટા પાયે સિનેમેટિક અનુભવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રોડ્યુસર્સે કહ્યું- 'ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરીશું' એક સંયુક્ત નિવેદનમાં પ્રોડ્યુસર્સ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીએ કહ્યું, ''મિર્ઝાપુર'ના અનુભવને મોટા પડદા પર લાવવો અમારા માટે એક સીમાચિહ્નરૂપ છે. ત્રણ સફળ સીઝન પછી ચાહકો કાલિન ભૈયા, ગુડ્ડુ ભૈયા અને મુન્ના ભૈયા જેવા પાત્રો સાથે ખૂબ જોડાઈ ગયા છે. 'અમને વિશ્વાસ છે કે આ સિરીઝને ફિલ્મમાં બદલવાથી દર્શકો માટે પહેલા કરતા વધુ રોમાંચક (એન્ગેજિંગ) અનુભવ થશે. અમે ફરી એકવાર પ્રાઇમ વીડિયો સાથે આ ભવ્ય પ્રોજેક્ટ માટે જોડાઈને ખૂબ ઉત્સાહિત છીએ.' 2018 માં મિર્ઝાપુરની સફર શરૂ થઈ હતી 'મિર્ઝાપુર'ની શરૂઆત વર્ષ 2018માં OTT પ્લેટફોર્મ પર થઈ હતી. આ ભારતની સૌથી સફળ અને ચર્ચિત ક્રાઈમ-થ્રિલર સિરીઝમાંથી એક છે. અત્યાર સુધીમાં તેની ત્રણ સીઝન આવી ચૂકી છે અને ત્રણેયને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. તેના દમદાર ડાયલોગ્સ અને દેશી એક્શનને કારણે તેની એક અલગ જ ફેન ફોલોઈંગ છે. આ લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને મેકર્સે તેને થિયેટરમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
    Click here to Read More
    Previous Article
    Dhurandhar 2 review: Angrier, louder, emptier
    Next Article
    જામનગરમાં 66KVનો વીજપોલ ધરાશાયી, LIVE VIDEO:10 વાગ્યા સુધી સૌરાષ્ટ્રમાં ભારે પવન અને કરા સાથે વરસાદનું રેડ એલર્ટ; રાજકોટમાં ભર ઉનાળે 1.5 ઇંચ વરસાદ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment