Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિમોલિશન બાદ ફરી ગેરકાયદે બાંધકામ !:રાજકોટનાં જંગલેશ્વરમાં ફરી બાંધકામો શરૂ, જેઓના મકાનો ડિમોલિશનમાં વધુ તૂટી ગયા છે તેઓ સમારકામ કરતા હોવાનો બચાવ

    9 hours ago

    રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ઇતિહાસનું સૌથી મોટું ડિમોલીશન ઓપરેશન હાથ ધરી 1400થી વધુ કાચા-પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરીને એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે ત્યારે આ વિસ્તારમાં ફરી ગેરકાયદે બાંધકામો શરૂ થયા હોવાની ફરિયાદો ઉઠતા તંત્ર હરકતમાં આવ્યું છે. સોરઠીયા વે-બ્રીજથી કેદારનાથ સોસાયટી સુધીના 15 મીટરના નવા ડીપી રોડ માટે જગ્યા ખાલી કરાવવામાં આવી હતી, પરંતુ હજુ રોડનું કામ શરૂ નહીં થતા અમુક લોકોએ ફરી બાંધકામ શરૂ કર્યાનું સામે આવ્યું છે. તંત્ર અને સ્થાનિકોએ જણાવ્યા મુજબ જે આસામીઓના મકાનો અંશતઃ કપાયા હતા તેઓ પોતાની માલિકીની જગ્યામાં સમારકામ કરી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા નદીનાં પટ્ટ સહિતના વિસ્તારોમાં ખરાઇ કરવામાં આવી રહી છે. બીજી તરફ, આ જ વિસ્તારની 1.05 લાખ ચો.મીટર સરકારી જમીન ઉપરના 1358 મકાનોના ડિમોલીશનનો અન્ય મામલો ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલમાં પેન્ડિંગ છે. હાઇકોર્ટના આદેશ મુજબ 90 દિવસમાં સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે ટ્રીબ્યુનલ ગમે ત્યારે પોતાનો ફેંસલો જાહેર કરશે. આ ચુકાદા પર અનેક પરિવારોની મીટ મંડાયેલી છે. ત્યારે કલેક્ટર તંત્ર માનવીય અભિગમ અપનાવશે કે તેમના દ્વારા ડિમોલીશનના આદેશ અપાય છે તે જોવું રહ્યું. રાજકોટ - જાફરાબાદ રૂટની નવી ગુર્જરનગરી બસને MLA ટીલાળાએ લીલીઝંડી આપી રાજકોટ એસટી વિભાગ દ્વારા આજથી રાજકોટ-જાફરાબાદ રૂટની નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ સર્વિસનું લોકાર્પણ આજે 19 માર્ચના સવારે ધારાસભ્ય રમેશ ટીલાળાનાં હસ્તે બસ પોર્ટ ખાતે કરવામાં આવેલ હતું.આ અંગે વધુ વિગતો આપતા રાજકોટ એસટી વિભાગનાં ડેપો મેનેજર (વોલ્વો) ઠુંમરે જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ દ્વારા આજે તા.19/3 ગુરૂવારના રોજ રાજકોટ- જાફરાબાદ રૂટ પર નવીન ગુર્જરીનગરી સર્વીસ શરૂ કરવામાં આવી છે. બસ વાયા સરધાર, આટકોટ, બાબરા, ચીતલ, અમરેલી, સાવરકુંડલા, રાજુલા થઈ ચાલશે. જેનું ભાડુ રૂ. 205 રહેશે. રાજકોટથી આ બસ સવારે 5 કલાકે ઉપડશે અને જાફરાબાદથી બપોરે 2.30 કલાકે ઉપડશે. રાજકોટની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટનું હવે નવીનીકરણ નહીં, રૂ. 8 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરાશે રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલી ઐતિહાસિક અને હેરીટેજ મિલ્કત સમાન સર લાખાજીરાજ શાક માર્કેટના નવનિર્માણની યોજનામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ માર્કેટના નવીનીકરણની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે સુરક્ષા અને વેપારીઓના હિતને ધ્યાને રાખીને માત્ર જરૂરી રિપેરિંગ અને જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લેવાયો છે. 2025-26 ના બજેટમાં આ માર્કેટમાં નવી ફૂટ માર્કેટ અને હોકર્સ ઝોન બનાવવા માટે રૂ. 5.63 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. સ્થાનિક થડાધારકોએ પોતાની મૂળ જગ્યા ગુમાવવાના ડરથી આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. કન્સલ્ટન્ટના રિપોર્ટ મુજબ માર્કેટનું સ્ટ્રક્ચર મજબૂત હોવાથી હવે સંપૂર્ણ તોડી પાડવાને બદલે જર્જરિત ભાગોના સમારકામ પર ભાર મૂકવામાં આવશે. આ જીર્ણોદ્ધાર પાછળ અંદાજે રૂ. 8 કરોડનો ખર્ચ થશે, જેના માટે મનપાની બાંધકામ શાખા ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિદ્ધ કરશે. હાલ સુરક્ષાના કારણોસર કેટલાક જોખમી થડા ખાલી કરાવીને સીલ મારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રૂડાનગર-3માં વર્ષીથી પાણીની પારાયણ, રહેવાસીઓ દ્વારા ચૂંટણીનાં બહિષ્કારની ચીમકી રાજકોટના કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આવેલી રૂડાનગર-3 સોસાયટીના રહેવાસીઓ છેલ્લા 7 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનના નળ કનેક્શન માટે વલખાં મારી રહ્યા છે. વર્ષ 2019માં રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ થયો હોવા છતાં અને તમામ વેરા નિયમિત ભરતા હોવા છતાં અહીં હજુ સુધી પીવાના પાણીની લાઈન નંખાઈ નથી. ઉનાળાની આકરી ગરમીમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા પ્લોટ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. પાણી ઉપરાંત રસ્તા, ગટર અને કચરાના નિકાલ જેવી પાયાની સુવિધાઓનાં અભાવથી કંટાળેલા લતાવાસીઓએ હવે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. એસોસીએશનના પ્રમુખ દાદુભાઈ બોરીચા અને અન્ય હોદ્દેદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે. આ સાથે જ રહેવાસીઓએ રસ્તા રોકો આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 66KVનો વીજપોલ ધરાશાયી, LIVE VIDEO:10 વાગ્યા સુધી સૌરાષ્ટ્રમાં ભારે પવન અને કરા સાથે વરસાદનું રેડ એલર્ટ; રાજકોટમાં ભર ઉનાળે 1.5 ઇંચ વરસાદ
    Next Article
    "He Lied to Me": Woman In Coldplay Kiss-Cam Controversy Blames Former Boss

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment