Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાળુ પાક:જામનગર જિલ્લામાં 6641 હેકટરમાં ઉનાળુ પાક, મગ-બાજરી- મગફળી સહિતનું વાવેતર

    1 day ago

    જામનગર જિલ્લામાં ઉનાળુ પાકનું 6641 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. જેમાં 50 ટકાથી વધુ વાવેતરથી માત્ર તલનું જ વાવેતર થયું છે. તેમજ તાલુકા મુજબ વાવેતરના આંકડા જોઈએ તો કાલાવડમાં સૌથી વધુ અને જામનગરમાં સૌથી ઓછુ વાવેતર થયું છે. પાણીવાળા વિસ્તારોમાં ઉનાળુ પાકનું વાવેતર થતું હોય છે. ત્યારે જામનગર જિલ્લામાં ઉનાળા પાકનું વાવેતર પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ગત અઠવાડીયા સુધીમાં માત્ર 6641 હેકટર જમીનમાં ઉનાળા પાકનું વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ તલનું 50 ટકાથી વધુ એટલે કે 3392 હેકટર જમીનમાં વાવેતર થયું છે. તો બાજરીનું 697, મગ 781, અડદ 18, મગફળી 283, શાકભાજી 308, ઘાસચારો 1112, ગુવાર 5 અને અન્ય પાકો 45 હેકટર જમીનમાં વાવેતર થયું છે. તાલુકા દીઠ વાવેતરના આંકડા જોઈએ તો ધ્રોલ તાલુકામાં 1347 હેક્ટર જમીનમાં તેમજ જામજોધપુર તાલુકામાં 1416, જામનગર તાલુકામાં 342, જોડીયામાં 616, કાલાવડ 1578, લાલપુર તાલુકામાં 1342 હેકટર જમીનમાં વાવેતર કરાયું છે. જેમાં સૌથી વધુ વાવેતર કાલાવડમાં તેમજ સૌથી ઓછુ વાવેતર જામનગર તાલુકામાં થયું છે. અન્ય પાકોના વાવેતરમાં લાલપુર જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળા પાકનું વાવેતર ઓછુ થયું છે. જેમાં શેરડી અને ડુંગળીનું વાવેતર જ થયું નથી. તો ગમગુવાર, અળદ જેવા ઉનાળુ પાકનું પણ નહિવત વાવેતર થયાનું નોંધાયું છે. પરંતુ આગામી દિવસોમાં વાવેતર વધી શકે તેમ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. તાલુકામાં 45 હેકટર જમનીમાં તરબુચનું વાવેતર થયું છે. તો અન્ય તાલુકામાં તરબુચનું વાવેતર થયું નથી.
    Click here to Read More
    Previous Article
    વીજ તંત્રની વિશેષ ડ્રાઈવ:હાલારના 42,622 બાકીદારોના રૂા.20.35 કરોડની વસૂલાત માટે વીજ કનેક્શનો કપાશે
    Next Article
    વીજ ચેકીંગ:જામનગરની ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાવર ચોરી કેસમાં આરોપીને 1.16 કરોડનો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment