Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજ તંત્રની વિશેષ ડ્રાઈવ:હાલારના 42,622 બાકીદારોના રૂા.20.35 કરોડની વસૂલાત માટે વીજ કનેક્શનો કપાશે

    1 day ago

    જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં વીજ બીલ ન ભરનાર 42,622 બાકીદારોની લેણી રકમ રૂ.20.35 કરોડની વસુલાત કરવા માટેની આગામી તા.17મી માર્ચના રોજ મેગા ડીસ-કનેકશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બન્ને જિલ્લામાં 360 જેટલી ટીમો કામગીરી કરવામાં આવશે. ડ્રાઈવ દરમિયાન સ્થળ ઉપર બાકી બીલ વસુલ કરવામાં આવશે નહી. જેથી વહેલી તકે વીજ બીલ ભરી આપવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં વીજ બીલ પેટે બાકીદારો 58,915ની રૂ.28.57 કરોડ જેટલી માતબર રકમ બાકી હોય, જેથી બાકી બીલની રકમ વાળા ગ્રાહકો સામે ચાલુ માસમાં જ નાણાંની વસૂલાત કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 240 થી વધુ ટીમો દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 15,374 ગ્રાહકો પાસેથી વીજ બીલના રૂ.6.60 કરોડની વસુલાત કરવામાં આવી હતી. તેમ છતાં વીજ બીલ ન ભરનાર 42,622 બાકીદારોની લેણી રકમ રૂ.20.35 કરોડની વસૂલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે. જે અંતર્ગત આગામી તા.17 માર્ચના રોજ મેગા ડીસ-કનેકશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાલારના કુલ 36 પેટાવિભાગીય કચેરીઓમાં ડીસ-કનેકશન કામગીરી માટે કુલ 360 ટીમો તૈયાર કરવામાં આવી છે. આગામી મંગળવારના રોજ વહેલી સવારથી જ શહેર-જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ તંત્રની ટીમો બાકીદારોના વીજ કનેકશનો કટ કરવાની કામગીરી કરવામાં આવશે. વીજ તંત્રની કડક કાર્યવાહીથી બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલારમાં બાકીદારો પાસેથી દૈનિક 240 ટીમો દ્વારા વીજ બિલની વસુલાત કરવામાં આવી રહી છે. જેમાં 15374 ગ્રાહકો પાસેથી રૂ.6.60 કરોડ ભરપાઈ કરાવી છે. જેમાં કુલ 919 જેટલા ગ્રાહકો કે જેના બાકી લેણા રૂ.162 કરોડ ભરપાઈ ન થતાં તેઓના વીજજોડાણો કાપી નાખવામાં આવેલ છે. ફેબ્રુઆરીમાં મેટા ડીસ-કનેક્શન ડ્રાઈવમાં 5598 કનેકશનો કપાયા જામનગર-દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગત તા.25 ફેબ્રુઆરીના રોજ મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં રૂ.384.61 લાખ ન ચુકવતા 5,598 કનેકશનો કાપવામાં આવ્યા હતા. કપાયેલ વીજ જોડાણ ગ્રાહકોમાંથી ફરી જોડાણવાળા ગ્રાહકોની સંખ્યા 3200છે અને તેની રીકવરીની રકમ 185.39 લાખ છે. વીજ બીલના નાણાની ભરપાઈ કરવા માટે વ્યવસ્થા જામનગર વીજ તંત્ર દ્વારા બાકીદારોએ વીજ બિલ ભરપાઈ કરવા માટે ઈ.સી.એસ. તેમજ ડેબીટ કાર્ડ-ક્રેડીટ કાર્ડ, PGVCLની પેટાવિભાગીય કચેરી ખાતેના પીઓએસ મશીન દ્વારા, કંપનીની વેબસાઈટ મારફત યુપીઆઈ મોડથી, ઈન્સ્ટા પેમેન્ટ|ઈ-વોલેટ, ગ્રાહકોની સંલગ્ન બેંકની વેબસાઈટ મારફત તેમજ એટીએમ મશીન તેમજ આરટીજીએસની વ્યવસ્થા કરી છે.
    Click here to Read More
    Previous Article
    સામૂહિક દુષ્કર્મની શર્મજનક ઘટના:એક શખ્સ પરિણીતાને બાઇક પર લઈ ગયો, 6 શખ્સોએ પીંખી નાંખી
    Next Article
    ઉનાળુ પાક:જામનગર જિલ્લામાં 6641 હેકટરમાં ઉનાળુ પાક, મગ-બાજરી- મગફળી સહિતનું વાવેતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment