Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી પાલિકાએ 662 મિલકતો સીલ કરી કડક વસૂલાત:રૂ. 44.28 કરોડની વેરા વસૂલાત, રૂ. 50.10 કરોડના લક્ષ્યાંકની નજીક પહોંચ્યું તંત્ર

    2 days ago

    વાપી મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વેરા વસૂલાતમાં આક્રમક અભિગમ અપનાવી નોંધપાત્ર સફળતા મેળવી છે. મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમે કુલ ₹44.28 કરોડની વસૂલાત કરી છે, જે નિર્ધારિત ₹50.10 કરોડના લક્ષ્યાંકની નજીક છે. ખાસ કરીને માર્ચ મહિનામાં તંત્રની કડક કાર્યવાહીને કારણે બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો અને અંતિમ દિવસોમાં જ કરોડોની આવક થઈ હતી. વેરો ભરવામાં આનાકાની કરતા રહેણાંક તેમજ બિન-રહેણાંક મિલકતધારકો સામે પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કરની આગેવાની હેઠળ ટીમે કુલ 662 મિલકતોને સીલ કરી દીધી હતી. આ પગલાં બાદ આશરે 11,739 નાગરિકોએ દંડ અને વ્યાજથી બચવા સ્વૈચ્છિક રીતે વેરો ભરવાનું પસંદ કર્યું હતું. આંકડા મુજબ, નિર્ધારિત લક્ષ્યાંક ₹50.10 કરોડ સામે કુલ ₹44.28 કરોડની વસૂલાત થઈ છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ₹7.42 કરોડનો વધારો નોંધાયો છે. માર્ચ માસમાં જ ₹6.30 કરોડની વસૂલાત થઈ હતી, જેમાં છેલ્લા બે દિવસમાં 2066 કરદાતાઓ પાસેથી ₹1.44 કરોડની આવક થઈ હતી. વહીવટદાર ભવ્ય વર્માએ કરદાતાઓને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નિયમિત 5% રિબેટ ઉપરાંત, જો કરદાતા ઓનલાઈન માધ્યમથી વેરો ભરે તો વધારાનું 1% મળીને કુલ 6% વળતર આપવામાં આવશે. આ યોજના માર્ચ-2027 સુધી અમલમાં રહેશે. નાયબ કમિશનર આસ્થા સોલંકીએ જણાવ્યું કે શહેરના વિકાસ માટે વેરાની આવક અત્યંત જરૂરી છે. ટેક્સ ઇન્સ્પેક્ટર દીપક ચભાડિયા અને મેહુલ પટેલ સહિતની ટીમોએ ઘરે-ઘરે જઈને જનજાગૃતિ ફેલાવી હતી. પાલિકાએ આ સફળતા માટે શહેરના જાગૃત નાગરિકો અને મીડિયા જગતનો પણ આભાર વ્યક્ત કર્યો છે. નવા નાણાકીય વર્ષને ધ્યાનમાં રાખીને સોફ્ટવેર મેન્ટેનન્સ કામગીરીને કારણે 1 થી 5 એપ્રિલ દરમિયાન વેરા સંબંધિત તમામ સેવાઓ બંધ રહેશે. પાલિકાએ નાગરિકોને તે મુજબ આયોજન કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: યુદ્ધ રોકવા ડ્રેગનનો પાંચ પોઈન્ટનો પ્લાન:ચીની દખલગીરી ઈઝરાયલ-અમેરિકાથી સહન થશે? લાશોના ઢગલા ને લાખોનું માઈગ્રેશન, USની જીત-હારનો હિસાબ ને ગલ્ફની ગડમથલ
    Next Article
    સતલાસણાના ટીમ્બા ગામે પથ્થર બ્લાસ્ટિંગ વિરોધમાં હિંસક અથડામણ:મેનેજરને લોખંડની પાઇપ અને ગડદા-પાટુનો માર મારતા ગંભીર ઈજા, 9 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment