Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવગઢ 66 KV સબ સ્ટેશન પાછળ જુગાર રમતા 4 ઝડપાયા:2 ફરાર, પોલીસની રેડમાં ₹12,770 રોકડ જપ્ત કરાઈ

    3 days ago

    લાલપુર તાલુકાના દેવગઢ ગામ પાસે આવેલા 66 KV સબ સ્ટેશનની દીવાલ પાછળ જુગાર રમાતો હતો. આ બાતમીના આધારે લાલપુર પોલીસે રેડ કરી હતી. 15 સપ્ટેમ્બરની રાત્રે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક લોકો ગંજીપત્તાથી તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે કુલ 6 લોકોને જુગાર રમતા જોયા હતા. તેમાંથી 2 લોકો પોલીસને જોઈને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે 4 લોકોને સ્થળ પરથી પકડી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા લોકોની અંગઝડતીમાંથી કુલ ₹11,010 રોકડા જપ્ત કર્યા હતા. જુગારના સ્થળેથી ₹1,760 મળી કુલ ₹12,770 રોકડ જપ્ત કરાઈ હતી. ગંજીપત્તાના કુલ 52 પાનાં પણ કબજે કરવામાં આવ્યા હતા. આ કેસમાં કાનાભાઈ દેવાભાઈ ઝુંઝા, દેવેંદ્રસિંહ ગુણવતસિંહ જાડેજા, રાજુભાઈ વસરામભાઈ જાપડા અને બુધાભાઈ ભીખાભાઈ ઝુંઝાની ધરપકડ કરાઈ છે. રમેસભાઈ ભાયાભાઈ ઝુંઝા અને કેતનભાઈ કારેણા ફરાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. લાલપુર પોલીસે જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ નહરસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ખેરાલુના પાલડી નજીક બાઈક સ્લીપ થતાં વડનગરના આધેડનું મોત:પૂરઝડપે જતાં ચેઇન ફસાઈ જતાં અકસ્માત, મૃતકના ભાઇએ ચાલક સામે ફરિયાદ નોંધાવી
    Next Article
    SD Payના આરોપીઓ લાજવાને બદલે ગાજ્યા:એજન્ટો ઝૂમ મિટિંગ કરીને લાલચ આપે છે, હિરેન શાહ બહાર હોવાનો ઓડિયો વાઇરલ, અમરેલી SPએ કહ્યું- અફવામાં ના આવતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment