Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેરાલુના પાલડી નજીક બાઈક સ્લીપ થતાં વડનગરના આધેડનું મોત:પૂરઝડપે જતાં ચેઇન ફસાઈ જતાં અકસ્માત, મૃતકના ભાઇએ ચાલક સામે ફરિયાદ નોંધાવી

    3 days ago

    ખેરાલુ તાલુકાના પાલડી (ખે) વળાંક નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં મોટરસાયકલ સ્લીપ થઈ જતાં પાછળ બેઠેલા 45 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ખેરાલુ પોલીસ મથકે બાઇકચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બાઇકની ચેઇન ફસાઇ જતાં સર્જાયો અકસ્માત વડનગર તાલુકાના સુંઢિયા હઠીપુરા ગામે રહેતા અને ખેતીકામ કરતા રમેશજી ઠાકોર બાઇક ચાલક બળદેવજી પરબતજી ઠાકોરની પાછળ બેસીને રામપુરાથી હિરવાણી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પાલડી નજીક વળાંક પાસે બાઇક ચાલકે વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા અચાનક ગાડીની ચેઇન ફસાઈ ગઈ હતી. જેથી ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં મોટરસાયકલ રોડ પર સ્લીપ થઈ ગયું હતું. ચાલક ઈજાગ્રસ્ત, પોલીસે તપાસ હાથ ધરી આ અકસ્માતમાં રમેશજી ઠાકોરને માથાના પાછળના ભાગે તેમજ મોં પર ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇકચાલક બળદેવજી ઠાકોરને ઈજાઓ પહોંચતાં 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપ્યો હતો. આ મામલે મૃતકના નાના ભાઈ દલપતજી ઠાકોરની ફરિયાદના આધારે ખેરાલુ પોલીસે બાઇક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં GETCO X એપ્રેન્ટિસ ભરતી 2026ને લઈને ઉમેદવારોનું આંદોલન:ગુજરાતભરમાંથી 200 થી 300 જેટલા ઉમેદવારો આંદોલનમાં જોડાયા, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ સંપૂર્ણપણે બંધ કરવા માંગ
    Next Article
    દેવગઢ 66 KV સબ સ્ટેશન પાછળ જુગાર રમતા 4 ઝડપાયા:2 ફરાર, પોલીસની રેડમાં ₹12,770 રોકડ જપ્ત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment