Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SD Payના આરોપીઓ લાજવાને બદલે ગાજ્યા:એજન્ટો ઝૂમ મિટિંગ કરીને લાલચ આપે છે, હિરેન શાહ બહાર હોવાનો ઓડિયો વાઇરલ, અમરેલી SPએ કહ્યું- અફવામાં ના આવતા

    3 days ago

    અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે SD Pay અને અપના પે એપ્લિકેશન મારફતે આચરવામાં આવેલા રૂ. 635 કરોડથી વધુના મહાકૌભાંડનો પર્દાફાશ કરી તપાસ તેજ બનાવી છે. આ મામલે કૌભાંડના મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ અને હિરેન શાહની ઓડિશાના સંભલપુરથી ધરપકડ કરવામાં આવ્યા બાદ બંને આરોપી 21 તારીખ સુધીના પોલીસ રિમાન્ડ પર છે. દરમિયાન, કૌભાંડીઓ દ્વારા રોકાણકારોને ગેરમાર્ગે દોરવા અને વિશ્વાસ ટકાવી રાખવા સોશિયલ મીડિયા પર એક ખોટી ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે. આ ક્લિપમાં હિરેન શાહ છૂટી ગયો હોવાનો અને ધવલ પટેલે આત્મસમર્પણ કર્યું હોવાનો ખોટો દાવો કરવામાં આવ્યો છે, સાથે જ સમગ્ર દોષનો ટોપલો RBI, કાનૂની સિસ્ટમ અને હરીફ કંપનીઓ પર ઢોળવાનો પ્રયાસ કરાયો છે. આ અંગે અમરેલી SP સંજય ખરાતે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપ તદ્દન ખોટી અને રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર છે. બંને આરોપી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર છે. નાગરિકોએ આવી કોઈ અફવાઓમાં આવવું નહીં. આ ઓડિયો ક્લિપ વાયરલ કરનારાઓ સામે પણ કાયદેસરની તપાસ કરવામાં આવશે. FIR નોંધાયા બાદ અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ અને સિનિયર અધિકારીઓને 250થી વધુ કોલ મળ્યા છે અને અત્યાર સુધીમાં 160થી વધુ ભોગ બનનારા લોકોના અધિકૃત નિવેદનો નોંધવામાં આવ્યા છે. આ એપ્લિકેશન આશરે 12 લાખ લોકોએ ડાઉનલોડ કરી હતી, જેમાંથી પોલીસે 3.5 લાખ યુઝર્સનો ડેટા રિકવર કરી લીધો છે અને બાકીના ડેટાની તપાસ ચાલુ છે. આ કૌભાંડના તાર ગુજરાતના ગાંધીનગર, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ભુજ, સુરેન્દ્રનગર, ભાવનગર, મહેસાણા, દાહોદ અને બોટાદ સહિતના અનેક જિલ્લાઓ સુધી વિસ્તરેલા છે. એજન્ટોનું ઝૂમ મીટિંગ કૌભાંડ કાનૂની કાર્યવાહીથી બચવા અને રોકાણકારોને FIR નોંધાવતા રોકવા માટે હજુ પણ કેટલાક એજન્ટો ઓનલાઈન ઝૂમ મીટિંગ્સ અને સેમિનારો યોજીને લોકોને નવી લાલચો આપી રહ્યા છે, જેમના પર પણ પોલીસની નજર છે. IPS જયવીર ગઢવીના નેતૃત્વ હેઠળ SITની રચના કરીને તમામ આરોપીઓના બેંક ખાતા, GST અને ઇનકમ ટેક્સ સંબંધિત વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. અમરેલી પોલીસે તમામ ભોગ બનનાર રોકાણકારોને કોઈ પણ અફવા પર ધ્યાન આપ્યા વગર સામે આવીને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દેવગઢ 66 KV સબ સ્ટેશન પાછળ જુગાર રમતા 4 ઝડપાયા:2 ફરાર, પોલીસની રેડમાં ₹12,770 રોકડ જપ્ત કરાઈ
    Next Article
    Seema Pahuja: CBI Officer Leading Sushant Rajput's Ex-Manager's Death Probe

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment