Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છૂટાછેડાના કેસમાં પતિ દ્વારા હાઇકોર્ટમાં અરજી:ફેમિલી કોર્ટે 65Bના સર્ટિફિકેટ વગર વીડિયો પુરાવા સ્વીકાર્યા, હાઇકોર્ટે કહ્યું- રેલવે સ્ટેશનના CCTVના પુરાવા વિશ્વસનિય, છેડછાડની શક્યતા નહીંવત

    1 day ago

    ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે, ફેમિલી કોર્ટ સંતુષ્ટ હોય તો તે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65B હેઠળના પ્રમાણપત્ર વિના પણ કોઈપણ ઇલેક્ટ્રોનિક પુરાવાને સ્વીકારી શકે છે. કોર્ટે પુનરોચ્ચાર કર્યો હતો કે 'ફેમિલી કોર્ટ્સ એક્ટ' અન્ય કાયદાઓ પર સર્વોપરી અસર ધરાવે છે. પતિનો પત્ની પર હુમલો રેલવે સ્ટેશનના CCTVમાં કેદ આ કેસ લગ્ન સંબંધી વિવાદનો હતો. જેમાં ખેડા જિલ્લાની ફેમિલી કોર્ટે પત્નીની છૂટાછેડાની અરજી પર ક્રૂરતાના આધારે છૂટાછેડાનો આદેશ આપ્યો હતો. આમાં મુખ્ય ઘટના રેલવે સ્ટેશન પર પતિ દ્વારા પત્ની પર કરવામાં આવેલો હુમલો હતો, જે CCTV કેમેરામાં કેદ થયો હતો. 2019માં પતિની ક્રૂરતાના આધારે લગ્નનો અંત લાવ્યો પત્નીએ CCTV ફૂટેજ ધરાવતી ડિસ્ક ફેમિલી કોર્ટમાં રજૂ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી અને વર્ષ 2019 માં પતિની ક્રૂરતાના આધારે લગ્નનો અંત લાવ્યો હતો. પતિએ ફેમિલી કોર્ટના આ આદેશને પડકારતા CCTV ફૂટેજની ગ્રાહ્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. કારણ કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સાથે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65B મુજબનું પ્રમાણપત્ર જોડાયેલું નહોતું. જે એ વાતની પુષ્ટિ કરે છે કે ફૂટેજ સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. પતિના વકીલે દલીલ કરી હતી કે પુરાવા અધિનિયમની કલમ 65B ની જરૂરિયાત સંતોષ્યા વિના આ ડિસ્કને ફેમિલી કોર્ટ દ્વારા પુરાવા તરીકે રેકોર્ડ પર લઈ શકાય નહીં. ફેમિલી કોર્ટ ઇલેક્ટ્રોનિક પુરાવાની વિશ્વસનીયતા અંગે સંતુષ્ટ હતી હાઇકોર્ટે જણાવ્યું હતું કે CCTV ફૂટેજ રેલવે દ્વારા જાળવવામાં આવ્યા હતા અને જાહેર સ્થળ પરથી મેળવવામાં આવ્યા હતા. તેથી એ માનવું મુશ્કેલ છે કે પેન ડ્રાઈવ કે ડિસ્કમાં આપવામાં આવેલા CCTV ફૂટેજમાં કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા છેડછાડ કરવામાં આવી હોય. આ બાબતથી ફેમિલી કોર્ટ ઇલેક્ટ્રોનિક પુરાવાની વિશ્વસનીયતા અંગે સંતુષ્ટ હતી અને તેથી ડિસ્ક પુરાવા તરીકે ગ્રાહ્ય નથી તેવી દલીલ સ્વીકારી શકાય નહીં. ખાસ કરીને ફેમિલી કોર્ટ્સ એક્ટ, 1984ની કલમ 14 ની જોગવાઈઓને ધ્યાનમાં લેવામાં આવે છે. ફેમિલી કોર્ટ પુરાવા સ્વીકારવા માટે સક્ષમ છે વિશેષ કાયદા હેઠળ ફેમિલી કોર્ટની સત્તાઓ વિશે ચર્ચા કરતા હાઈકોર્ટે કહ્યું હતું કે, ફેમિલી કોર્ટ પુરાવા સ્વીકારવા માટે સક્ષમ છે અને 1872ના અધિનિયમમાં આપવામાં આવેલા પુરાવાઓના કડક નિયમો ફેમિલી કોર્ટની કાર્યવાહીમાં લાગુ પડશે નહીં. 1984 નો એક્ટ નિઃશંકપણે એક વિશેષ કાયદો છે, જેની કલમ 20 અન્ય કાયદાઓ પર 1984ના એક્ટને સર્વોપરી અસર આપે છે. ફેમિલી કોર્ટને વ્યાપક સત્તાઓ આપવામાં આવી છે હાઈકોર્ટે કાયદાની સ્થિતિનું પુનરોચ્ચાર કરતા કહ્યું કે સ્પષ્ટપણે અન્ય કાયદાઓ પર ફેમિલી કોર્ટ્સ એક્ટ, 1984ની સર્વોપરિતા પ્રદાન કરે છે. આ એક્ટના ઉદ્દેશ્ય અને યોજનાને ધ્યાનમાં લેતા, વિવાદોના ઉકેલમાં ફેમિલી કોર્ટની ભૂમિકા અને તેની જોગવાઈઓને જોતા, ફેમિલી કોર્ટ સમક્ષની કાર્યવાહીને સામાન્ય સિવિલ કોર્ટની કાર્યવાહીની સમકક્ષ ગણી શકાય નહીં. 9184ના એક્ટની જોગવાઈઓ મુજબ કૌટુંબિક બાબતોના ન્યાયિક નિર્ણય માટે ફેમિલી કોર્ટને વ્યાપક સત્તાઓ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મ.લા.ગાંધી મંડળની કોલેજોનો સંયુક્ત વાર્ષિકોત્સવ ઉજવાયો:વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અપાયું, ઇનામ વિતરણ થયું
    Next Article
    એલનના ભૂતપૂર્વ વિજ્ઞાન શિક્ષકને 3 વર્ષની કેદ:સગીરા પાસેથી તેના અશ્લીલ ફોટા મંગાવ્યા, નપાસ કરવાની ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment