Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મ.લા.ગાંધી મંડળની કોલેજોનો સંયુક્ત વાર્ષિકોત્સવ ઉજવાયો:વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અપાયું, ઇનામ વિતરણ થયું

    1 day ago

    મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત બી. એચ. ગાંધી બીબીએ કોલેજ, માતૃ લલિતાબેન જમનાદાસ ગાંધી (બાકોરવાલા) બીસીએ કોલેજ, ડૉ. એન. જે. શાહ પીજીડીસીએ કોલેજ અને વિ. વિ. શાહ એમએસસી (સી.એ. એન્ડ આઈ.ટી) કોલેજનો સંયુક્ત વાર્ષિકોત્સવ તા. 10 માર્ચ, 2026ના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહના અધ્યક્ષસ્થાને ઉજવવામાં આવ્યો હતો. આ વાર્ષિકોત્સવમાં ડો. રશ્મિત પંડ્યા (કાર્ડિયોલોજિસ્ટ, યુનિટી હોસ્પિટલ, મોડાસા) ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે જયેન્દ્રભાઈ ભટ્ટ (AEI, શિક્ષણ વિભાગ, અરવલ્લી) મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વપૂર્ણ સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અતિથિ વિશેષ તરીકે મંડળના ઉપપ્રમુખ અને બીબીએ કોલેજના પ્રભારી મંત્રી અરવિંદભાઈ જે. મોદી તેમજ બીસીએ અને એમ.એસ.સી. સીએ આઈટી કોલેજના પ્રભારી મંત્રી પરેશભાઈ બી. મહેતા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બીસીએ કોલેજના આચાર્ય સંજયભાઈ પટેલે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મંચસ્થ મહાનુભાવો દ્વારા વર્ષ દરમિયાન શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે સફળતા મેળવનાર તેમજ કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એમએસસી (સી.એ. એન્ડ આઈ.ટી) કોલેજના આચાર્ય શ્રી અર્પિતભાઈ જોષીએ વર્ષ ૨૦૨૫-૨૬નો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. કાર્યક્રમના અંતે બીબીએ કોલેજના આચાર્ય ડૉ. તુષારભાઈ ભાવસારે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર દીપિકાબેન, પ્રોફેસર પ્રતિક્ષા સાધુ અને પ્રોફેસર હિમાની પટેલે કર્યું હતું. મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ, પ્રભારી મંત્રી અરવિંદભાઈ જે. મોદી અને પરેશભાઈ બી. મહેતાએ સુંદર આયોજન બદલ તમામ કોલેજના આચાર્યો અને સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બુધવારનું રાશિફળ:મિથુન-કુંભ રાશિના જાતકો માટે પ્રગતિના દ્વાર ખુલશે, કન્યા રાશિના લોકોને રોકાણથી મોટો ફાયદો થશે
    Next Article
    છૂટાછેડાના કેસમાં પતિ દ્વારા હાઇકોર્ટમાં અરજી:ફેમિલી કોર્ટે 65Bના સર્ટિફિકેટ વગર વીડિયો પુરાવા સ્વીકાર્યા, હાઇકોર્ટે કહ્યું- રેલવે સ્ટેશનના CCTVના પુરાવા વિશ્વસનિય, છેડછાડની શક્યતા નહીંવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment