Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાળામાં તાવ, ઝાડા-ઉલ્ટીના દર્દીઓ વધ્યા:મનપા, તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી વહિવટી તંત્રને 6.50 કરોડમાં પડી, યુનિવર્સિટીમાં NET પરીક્ષાના તાલીમ વર્ગો 26 મેથી શરૂ

    6 hours ago

    રાજકોટ શહેરમાં ઉનાળામાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે તાવ, ઝાડા-ઉલ્ટીના દર્દીઓ વધ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં મેલેરિયાના કેસ કેસ ઉપરાંત તાવના 758 અને ઝાડા-ઉલટીના 384 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મનપા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી વહિવટી તંત્રને રૂ.6.50 કરોડમાં પડી છે, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NET પરીક્ષાના તાલીમ વર્ગો 26 મેથી શરૂ થશે. અઠવાડિયામાં મેલેરિયાનો 1, શરદી-ઉધરસના 648, તાવના 758 કેસ રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે છેલ્લા એક અઠવાડિયામાં મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયાનો એક કેસ નોંધાયો છે. જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી. જોકે વર્ષ 2026માં અત્યારસુધીમાં ડેન્ગ્યુના 13, મેલેરિયાના 3 અને ચિકનગુનિયાનો એક કેસ સામે આવેલો છે. આ ઉપરાંત છેલ્લા એક આઠ અઠવાડિયામાં શરદી-ઉધરસના 648 કેસ, સામાન્ય તાવના 758, ઝાડા-ઉલટીના 384, ટાઈફોઈડ તાવનો 1 તો કમળો તાવના 2 કેસ નોંધાયા છે. જ્યારે ચાલુ વર્ષે શરદી-ઉધરસના 15232 કેસ, સામાન્ય તાવના 13131, ઝાડા-ઉલટીના 4623, ટાઈફોઈડ તાવના 10 તો કમળો તાવના 22 કેસ નોંધાઈ ચૂક્યા છે. કોર્પોરેશન દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા. 4થી 10 મે દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 30358 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 252 ઘરોમાં ફોગીંગ કરવામાં આવેલું છે. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે રહેણાક સિવાય અન્ય 709 પ્રીમાઇસીસનો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 267 અને કોર્મશિયલ 38 આસામીને નોટિસ આ૫વામાં આવી છે. મનપા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનો ખર્ચ મંજૂર થતા ફાળવણી શરૂ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા-તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી વહીવટી તંત્રને અંદાજે રૂ.6.50 કરોડમાં પડી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો ખર્ચ કોર્પોરેશન ભોગવશે. હાલ ચૂંટણી પાછળ થયેલા ખર્ચ માટે વિકાસ કમિશનર દ્વારા જરૂરી ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે શહેરના 18 વોર્ડમાં 8948 મતદાન મથકો તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 1186 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. જ્યારે તાલુકા-જિલ્લા પંચાયતની બેઠકોની ચૂંટણી માટે 1186 મતદાન મથકો તૈયાર કરવામાં આવેલ હતા. આ વખતે મતદાન પૂર્વે જ મતદાન મથક દીઠ ખર્ચની મર્યાદા રૂ.30 હજાર નિયત કરી દેવામાં આવી હતી. જેમાં કર્મચારીઓના મહેનતાણાનો ખર્ચ, ભોજન ખર્ચ, મંડપ, વીડિયોગ્રાફી, ભથ્થા સહિતના ખર્ચનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 18 વોર્ડના કુલ 1014 મતદાન મથકોના ખર્ચની કુલ 3.04 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન મથક દીઠ રૂ.26,600ની ચૂકવણી કરવામાં આવી છે. જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી ખર્ચ પેટે રૂ. 3.46 કરોડની ગ્રાન્ટ વિકાસ કમિશનર દ્વારા ફાળવવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી ખર્ચ પેટેની કુલ રૂ. 6.50 કરોડથી વધુની ગ્રાન્ટ મળતા જ ખર્ચના ચુકવણા વહીવટી તંત્ર દ્વારા હવે ધીમે ધીમે શરૂ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NET પરીક્ષાના પેપર નં.1 ના તાલીમ વર્ગો 26 મેથી શરૂ આગામી જૂન-2026 માસમાં યોજાનાર નેટ પરીક્ષાના વર્ગો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં SC/ST/OBC (નોન ક્રિમીલેયર) PH/MINORITYનાં વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે જનરલ પેપર નં. 1 ના વર્ગો તા. 26 મે 2026ને મંગળવારથી સવારના સમયમાં શરૂ થશે. ‘નેટ’ કોચીંગના વર્ગોમાં પી.જી.ના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ તેમજ અનુસ્નાતક/એમ.ફિલ./પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ જોડાઈ શકશે. આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ તા. 22 મે 2026 સુધીમાં નેટ કોચીંગ સેન્ટર, સી.સી.ડી.સી. બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફલોર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ સાથે એક પાસપોર્ટ સાઈઝનો ફોટો, નેટ પરીક્ષાનું ઓનલાઈન ભરેલ એપ્લીકેશન ફોર્મની ઝેરોક્ષ, SC/ST/OBC (નોન ક્રિમીલેયર) PH/MINORITYનો દાખલો સાથે લાવવાનો રહેશે. મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. નોન ટ્રાન્સપોર્ટ વાહનોની સીરિઝ GJ-03-પી.એસ.નું રી-ઓક્શન 13 મેથી શરૂ રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નોન ટ્રાન્સપોર્ટ વાહનોને લગતી સીરિઝ GJ-03-પી.એસ.નું રી-ઓક્શન આગામી તા.13 મે થી શરૂ કરાશે. જેમાં ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે ઇચ્છુક વાહનમાલિકો તેમના વાહનનું http://parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને ઓક્શનમાં ભાગ લઈ શકશે. નવી સીરિઝના ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા.13 મે થી તા.17 મે દરમિયાન ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા.17 મે થી તા.19 મેના સાંજે 4 કલાક સુધી ઓનલાઇન ઓક્શનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.20 મે ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાનાં રહેશે. કલેકટર કચેરીમાં 18 મીએ લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં 55 કેસની સુનાવણી રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આગામી 18ને સોમવારે સાંજના 5 વાગ્યે કલેકટર કચેરી ખાતે કલેકટર ડો.ઓમપ્રકાશના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠક યોજાશે. આ બેઠકમાં 55 જેટલા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. જેમાં 10 જેટલા અરજદારોને રૂબરૂ ઉપસ્થિત રહેવા કલેકટર તંત્ર દ્વારા ફરમાન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં સરકારી જમીનો પર પેશકદમી અને પારકી મિલકતો હડપ કરનારા સામે કાયદાનો સકંજો કસાશે. અહીં એ ઉલ્લેખનીય છે કે કલેકટર કચેરી ખાતે દર માસે લેન્ડગ્રેબીંગની બેઠક યોજવામાં આવે છે પરંતુ આ વખતે બે માસના સમયગાળા બાદ આ બેઠક આયોજીત કરવામાં આવશે. જેમાં ત્રણથી ચાર કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લેવાય તેવી શકયતા રહેલી છે. બહુમાળી ભવનમાં જાતિ-નોન ક્રિમીલેયર સર્ટી કઢાવવામાં કતાર રાજકોટ શહેરનાં બહુમાળી ભવનના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી જાતિના, નોન ક્રિમીલેયર સહિતનાં દાખલા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સરકારી યોજના અને રાહત માટે જરૂરી એવા આ દાખલા લેવા માટે દૈનિક અસંખ્ય ઉમેદવારો અત્રે કતાર લગાવે છે. કાળઝાળ તાપના કારણે અત્રે તંત્રએ છાંયડાની વ્યવસ્થા કરી છે તો પાણીનાં જગની પણ વ્યવસ્થા કરાઇ છે. જો કે આજે આ પાણીનાં જગમાંથી પાણી ખૂટી પડતાં આકરા તાપમાં અનેક અરજદારોને તરસ્યું રહેવું પડતા રોષની લાગણી છવાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ LCBએ ચોરીની 3 બાઈક સાથે એક શખસને ઝડપ્યો:કાલોલ અને વડોદરામાંથી ચોરાયેલી બાઈક જપ્ત કરાઈ
    Next Article
    એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ:ચાઈનીઝ તાઈપેઈનો 48 કિલો કેટેગરીમાં દબદબો, ભારતની કોમલ કોહરે જીત્યા બે બ્રોન્ઝ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment