Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર LCB અને મહુવા પોલીસનો સપાટો:3 રીઢા બુટલેગરો સામે 'પાસા'નું શસ્ત્ર ઉગામ્યું, અમદાવાદ અને ભુજ જેલભેગા કરાયા

    14 hours ago

    ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને મહુવા પોલીસે વિદેશી દારૂના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા ત્રણ લિસ્ટેડ બુટલેગરો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે તૈયાર કરાયેલી પાસા દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્ત પર મંજૂરીની મહોર વાગતાં જ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પાસા વોરંટની વિધિવત્ બજવણી કરીને તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ અને ભુજ સ્પેશિયલ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. અમરેલી, ભાવનગર અને રાજકોટના 3 શખસો જેલહવાલે વિગતો મુજબ, ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા મહુવા ટાઉન પોલીસ મથક દ્વારા અસામાજિક તત્વો સામે ઝુંબેશ ચલાવીને ઈંગ્લિશ દારૂના વેપારમાં સક્રિય ત્રણ ઈસમો સામે પાસાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્ત ગ્રાહ્ય રાખતાં LCB ટીમે આરોપી અર્જુન મથુરભાઈ સોલંકી (રહે. કથીવદર પરા, તા. રાજુલા, જિ. અમરેલી) ની અટકાયત કરી સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ મોકલી આપ્યો હતો. જ્યારે મહુવા ટાઉન પોલીસે ચકુર માધાભાઈ જોળીયા (રહે. વાડી વિસ્તાર, દુધેરી રોડ, દુધાળા, તા. મહુવા, જિ. ભાવનગર) ને ખાસ જેલ ભુજ તેમજ કેવલ ઉર્ફે પેન્ટર રમેશભાઈ બાંભણીયા (હાલ રહે. પીપલાણા, તા. કોટડા સાંગાણી, જિ. રાજકોટ, મૂળ રહે. નાગેશ્વર કોલોની, જામનગર) ને અમદાવાદ સાબરમતી જેલ ખાતે પાસા હેઠળ ધકેલી દીધા હતા.
    Click here to Read More
    Previous Article
    Shafali Verma Scripts History With Massive T20I Achievement At Asian Games
    Next Article
    10 સાક્ષી અને 28 પુરાવાના આધારે આરોપી જેલભેગો:17 વર્ષની સગીરાનું અપહરણ કરી અજમેરના ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ ગુજારવાના ગુનામાં પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment