Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 સાક્ષી અને 28 પુરાવાના આધારે આરોપી જેલભેગો:17 વર્ષની સગીરાનું અપહરણ કરી અજમેરના ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ ગુજારવાના ગુનામાં પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી

    15 hours ago

    અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ સ્થિત વિશેષ પોક્સો અદાલતે 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં 28 વર્ષીય આરોપીને આજીવન કારાવાસની સખત સજા ફટકારી છે. આરોપી વિરુદ્ધ વર્ષ 2024માં BNS અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વિશેષ સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરની ધારદાર દલીલો, 10 સાહેદોની જુબાની અને 28 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને સ્પે. પોક્સો જજ એચ.એન. દેસાઈએ આરોપીને આકરી સજા સંભળાવી છે. વડોદરા-સુરત થઈને અજમેરના ગેસ્ટ હાઉસમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું કેસની વિગત અનુસાર, ફરિયાદી પિતા પોતાની પત્નીની તબિયત ખરાબ હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ગયા હતા, તે દરમિયાન ઘરે એકલી રહેલી તેમની 17 વર્ષ અને 2 મહિનાની સગીર પુત્રી અચાનક ગુમ થઈ ગઈ હતી. સગા-સંબંધીઓમાં સઘન શોધખોળ બાદ પણ પત્તો ન લાગતાં અંતે રામોલ પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી સગીરાને બસ અને ટ્રેન મારફતે વડોદરા અને સુરત થઈને રાજસ્થાનના અજમેર લઈ ગયો હતો. ત્યાં સમીર ગેસ્ટ હાઉસમાં સગીરાને ગોંધી રાખી માતાપિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી વારંવાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. હોટલ રજિસ્ટર અને મેડિકલ પુરાવા કોર્ટમાં નિર્ણાયક બન્યા પીડિતાએ અદાલત સમક્ષ હિંમતપૂર્વક જુબાની આપતાં જણાવ્યું હતું કે આરોપીએ તેના માતા-પિતાને પતાવી દેવાની ખુલ્લી ધમકી આપીને ડરાવી-ધમકાવી અજમેર લઈ જઈ શોષણ કર્યું હતું. અદાલતે સ્પષ્ટ નોંધ્યું હતું કે સગીરાની સંમતિ હોય તો પણ કાયદાની નજરે તેનું કોઈ મૂલ્ય રહેતું નથી. સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરનો રિપોર્ટ, ગાયનેકોલોજિસ્ટનું તબીબી તારણ અને એફએસએલ (FSL) અહેવાલે અત્યાચારની પુષ્ટિ કરી હતી. આ ઉપરાંત અજમેરના ગેસ્ટ હાઉસનું રજિસ્ટર અને આઈડી પ્રૂફની નકલો દ્વારા આરોપીનું પીડિતા સાથે રોકાણ અદાલતમાં મજબૂત રીતે સાબિત થયું હતું. એક બાળકના પિતા એવા પરણિત નરાધમને કોર્ટે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર LCB અને મહુવા પોલીસનો સપાટો:3 રીઢા બુટલેગરો સામે 'પાસા'નું શસ્ત્ર ઉગામ્યું, અમદાવાદ અને ભુજ જેલભેગા કરાયા
    Next Article
    અમદાવાદીઓ ખાસ વાંચજો:ગણેશ વિસર્જને બપોરે 1 વાગ્યાથી રિવરફ્રન્ટ સહિતના મુખ્ય માર્ગો બંધ, પોલીસ કમિશનરે જાહેર કર્યા વૈકલ્પિક રૂટ્સ અને નો-પાર્કિંગ ઝોન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment