Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં રવિદાસજી મહારાજની 650મી જયંતીની ભવ્ય ઉજવણી:ભોલાવમાં રામજી મંદિરથી પાર્થનગર મંદિર સુધી કળશ યાત્રા યોજાઈ

    1 day ago

    સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જયંતી વર્ષ નિમિત્તે ભરૂચના ભોલાવ ખાતે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નાગરિકો જોડાયા હતા. રામજી મંદિરથી પાર્થનગર મંદિર સુધી યાત્રા કળશ યાત્રાનો પ્રારંભ ભોલાવ ગ્રામ પંચાયત ઘર સ્થિત રામજી મંદિરથી થયો હતો. ત્યારબાદ યાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈ પાર્થનગર મંદિર ખાતે પહોંચી હતી. યાત્રા દરમિયાન ભક્તિ અને ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ યાત્રામાં ભોલાવ પંચાયતના સરપંચ નિમિષા પરમાર, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ, જિલ્લા પંચાયતના સભ્ય હેમલતા વસાવા, માજી સભ્ય ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ પણ યાત્રામાં ભાગ લીધો હતો. સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ કળશ યાત્રા દરમિયાન સામાજિક સમરસતા, એકતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિના કારણે સમગ્ર ભોલાવ વિસ્તારમાં ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતાનો માહોલ જોવા મળ્યો હતો. સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની જયંતી નિમિત્તે યોજાયેલી આ યાત્રા લોકોમાં ભાઈચારો અને સમરસતાની ભાવનાને વધુ મજબૂત બનાવતી બની હતી.
    Click here to Read More
    Previous Article
    IIFL ફાઈનાન્સ મોડાસા શાખાનું નવા સ્થળે રી-ઓપનિંગ:ગોલ્ડ લોન માટે આકર્ષક વ્યાજદર સાથે નવી સુવિધાઓ ઉપલબ્ધ
    Next Article
    જામનગરમાં ABVP દ્વારા તિરંગા યાત્રા યોજાઈ:110 મીટર ધ્વજ સાથે 200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment